હાલના દિવસોમાં મેધરાજાએ કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ દિવસોમાં વરસાદ(rain) બંધ થવાનું નામ જ લેતો નથી, જેના કારણે શહેરોમાં પાણી ફરી વળ્યા છે. ગુજરાત(Gujarat)ના કેટલાક શહેરોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન ખાતા(Meteorological Department) દ્રારા કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત(South Gujarat) અને સૌરાષ્ટ્ર(Saurashtra)માં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ(Kutch) સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકયો છે. અને હવે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
મળતી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હોવાના કારણે આવનારા દિવસોમાં એટલે કે 8 અને 9 ઓગસ્ટ કેટલાક વિસ્તારમાં માટે જોખમ બનીને રેહશે. જેમા દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાયના કેટલાક વિસ્તારો જેવા કે સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્રારકામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાવાની પુરેપુરી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 3 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 8 ઓગસ્ટે સોમવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાત રાજકોટની કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મનમુકીને વરસ્યો છે. જેતપુર શહેર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય પછી વરસાદ ખાબક્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તાલુકાના પેઢલા, સમઢિયાળા, રબારીકા, સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો હતો.
કચ્છ પંથકમાં પણ હવામાન વિભાગની આગાહીના અનુસાર ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસાત ખેડૂતોની ખુશીનો કોઈ પર રહયો નથી. ભુજ તાલુકાના ઉમેદપર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. માંડવી મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. અબડાસાના અરજણપરમાં વરસાદ ખાબક્યો છે. ત્યાં જ સુરેન્દ્રનગરમાં સાંબેલધાર વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. હજી પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે. એક જ દિવસમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરેન્દ્રનગર જળબંબાકાર થઇ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.