સુરત (Surat) ગ્રીષ્મા હત્યાકાંડે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આરોપી ફેનીલ ને કડકમાં કડક સજા આપવા લોકો માંગ ઉઠાવી રહ્યા છે. તેવા સમયે વચ્ચે આરોપી ફેનીલના પિતા પંકજ ગોયાણીએ પોતાના દીકરાની કાળી કરતૂતો પર નિવેદન આપી પોતાનું મૌન તોડ્યું છે.
જાહેરમાં જ 21 વર્ષીય યુવતીનું માતા અને ભાઈની નજર સામે ગળું કાપનાર ફેનીલના પિતા એ જણાવતા કહ્યું હતું કે, ‘મારો જ સિક્કો ખોટો નીકળ્યો’. પરંતુ હવે શું ફાયદો, જ્યારે એક માસૂમ દીકરીની જિંદગી બરબાદ થઇ ગઈ. પહેલા દીકરાનું ધ્યાન ન રાખ્યું, સંસ્કાર ન આપ્યા, સ્ત્રી પુરુષની મર્યાદાનું ભાન ન કરાવ્યું? ‘ને હવે અમારો જ સિક્કો ખોટો નીકળ્યો?’ આતો તેના જેવું જ થયું કે, ‘અબ પછતાને સે ક્યાં ફાયદા, જબ ચીડિયા ચુબ ગઈ ખેત’.
આરોપી ફેનીલના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
મૃતક ગ્રીષ્માના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ‘આ હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો’ ખરેખર આ ખુબ જ શરમજનક બાબત કહેવાય કે, પોતાના સ્વાર્થ માટે બીજાની જ જિંદગી બરબાદ કરી નાખો. હાલ વિચારવાનું તો એ રહ્યું કે, આટલી નાની ઉંમરે આવો સાહસ અને હિંમત મળે છે ક્યાંથી? ઘટના સામે આવતા લોકોએ સૌથી પહેલો સવાલ આરોપી ફેનીલના માતા-પિતા પર ઉઠાવ્યો હતો.
શું માતા પિતાએ તેના દીકરાને આવું જ શીખવ્યું હશે? પરંતુ હાલ આરોપી ફેનિલના પિતા જણાવી રહ્યા છે કે, ‘મારો જ સિક્કો ખોટો નીકળ્યો છે’ તમને જણાવી દઈએ કે, આરોપી ફેનિલ પહેલથી જ ખરાબ સંગતમાં હતો. જો સારા મિત્રોની સંગતમાં હોત તો, આવો વિચાર ક્યારેય ન આવ્યો હોત, અને આજે ગ્રીષ્મા જીવતી હોત. ‘આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય તેમ’ આજના દરેક માતા પિતાએ પોતાના સંતાનોને સાચી દિશા અને સંસ્કારોનું સિંચન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.