આપણે ઘણા બળાત્કારના કેસો વિષે સાંભળ્યું છે. હાલમાં બળાત્કારના કેસોમાં લગાતાર વધારો જોવા મળ્યો છે અને હવે તો ગુજરાતમાં પણ બળાત્કારના ઘણા કેસો સામે આવે છે તેવામાં એક એવો શરમજનક કેસ રાજકોટમાંથી સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના કાગદડી ગામે રહેતા એક યુવકે તેના મામાની 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ કિસ્સો બહાર આવ્યો હતો જ્યારે યુવતી ઘરે આવ્યા બાદ બેહોશ થઈ ગઈ હતી, તેના માતા-પિતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા અને પ્રાથમિક તપાસ દરમિયાન જ ડોક્ટરે બળાત્કારની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, તબીબી તપાસમાં પણ બળાત્કારની પુષ્ટિ કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પીડિત યુવતી પાસેથી અને પરિવાર પાસેથી બાતમી મેળવ્યા બાદ કાગદડી ગામમાં રહેતો ભૂપત નામનો આરોપી બાળકીને એમ કહીને લઇ ગયો હતો કે, તેણે ખરીદેલી સેકન્ડ હેન્ડ કારની તિલક-પૂજા કરાવવી છે. આરોપી પરિવારનો સભ્ય હતો અને બંને પરિવાર વચ્ચે હંમેશાં અવરજવર રહેતી હતી. આને કારણે પીડિતાના પરિવારજનોએ પણ વિશ્વાસ મૂકી બાળકીને તેની સાથે મોકલી દીધી હતી.
બાળકીના પરિવારે કહ્યું કે, ભૂપતે તેમને જણાવ્યું નહોતું કે તેની પત્ની ઘરે નથી. જ્યારે પાછળથી જાણવા મળ્યું કે, તેની પત્ની ગુસ્સે છે અને ઘણાં દિવસોથી પિયરમાં રહે છે. આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે યુવતી પર બળાત્કાર ગુજરી ગયો હતો. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle