Patan school news: રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાવતા કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ગત 19 ઓક્ટોબરે રાજકોટના મોટાવડા ગામે એક વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ અને વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે દાહોદના (Patan school news) તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1ની માસુમ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો બીજી તરફ કચ્છમાં એક શિક્ષક પોતાની વિદ્યાર્થીને જ લઇ ભાગી ગયો હતો. હજુ ઘટનાઓની શાહી સૂકાઇ નથી ત્યાં તો પાટણના દુનાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો બનાવી ઘટના સામે આવી હતી.
આચાર્યએ કરી છેડતી
પ્રાપ્ત માહિતી અનુસાર અનુસાર પાટણ જિલ્લામાં આવેલી દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. દુનાવાડા શાળાના આચાર્યે એક બે નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે દલિત સમાજની દીકરીઓએ ઘરે જઇને પોતાના પરિવારજનો આ અંગે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
લંપટ આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ
ઘટનાને ગંભીરતાથી લેતાં વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ હારીજ પોલીસ મથકે આચાર્ય પ્રવીણ ભલાભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય વિદ્યાર્થીઓના શરીર પર હાથ ફેરવતો હતો અને ગંદી હરકતો કરતો હતો.
આ અંગે કોઇને જાણ કરી તો પરીક્ષામાં નાપાસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે આચાર્યએ પોતાની ભૂલ સ્વિકારી માફી માંગી લીધી છે. પરંતુ વાલીઓએ આ લંપટ આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
રાજકોટના વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કર્યો આપઘાત
મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ત્રણ શિક્ષકોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શિક્ષિકા મોસમીબહેન, વિભુતિબહેન અને શિક્ષક સચિનભાઈ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલા રડતા-રડતા વીડિયો ઉતારીને આપવીતી જણાવી હતી. આ સાથે તેને આ પગલુ ભરવાને લઈને માતા-પિતાની માફી માગી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App