બાઈક સવાર નરાધમોએ બેંક મેનેજર યુવતી પર ફેક્યું એસિડ, ગંભીર ઈજાઓ થતા…

એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં બાઇક સવાર બદમાશોએ મહિલા બેંક મેનેજર(Bank Manager) પર એસિડ વડે હુમલો કર્યો હતો. હુમલામાં સ્કૂટી સવાર બેંક મેનેજર ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમજ આ ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ બેંક મેનેજરને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

એસપી હેમરાજ મીણાએ જણાવ્યું કે, સોમવારે સવારે 11.15 વાગ્યે પોલીસને માહિતી મળી કે એક યુવતી જે બેંક ઓફ બરોડામાં મેનેજર છે. તે સવારે પ્રયાગરાજ બાજુથી ડ્યુટી પર જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં ચિલ્લાશાહબાજી પાસે બાઇક સવાર યુવકે એસિડ એટેક કર્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા પીડિતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતીને પ્રયાગરાજની એઆરએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

પોલીસની ત્રણ ટીમ:
યુવતીના હાથ અને ચહેરાની નીચે એસિડ ફેકવામાં આવ્યું હતું. ડોક્ટરોએ હાલ તો યુવતીની સ્થિતિ સામાન્ય ગણાવી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. એસપી મીના કહે છે કે, મેં ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને ઘટનાનો ખુલાસો કરવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમમાં એસઓજી ઈન્ચાર્જ, ચેઈલ સીઓ અને ચારવા પોલીસના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. ઘટના ટૂંક સમયમાં બહાર આવશે.

બીજી તરફ બેંકની મહિલા પર દિવસે દિવસે એસિડ ફેંકાતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. એસિડ એટેક બાદ સ્થાનિક લોકો મહિલાને હોસ્પિટલ લઈ ગયા. મળતી માહિતી મુજબ, મહિલા એક વર્ષ પહેલા ચારવાસ બેંક ઓફ બરોડામાં બેંક મેનેજર તરીકે આવી હતી. મેનેજર પર કેમ ફેંકાયું એસિડ? આ અંગે પણ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *