બોલીવુડના આ દિગ્ગજ કલાકારનું હાર્ટ એટેકથી નિધન- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું શોકનું મોજુ ‘ઓમ શાંતિ’

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (Mithilesh Chaturvedi) નું નિધન થયું છે. અહેવાલ છે કે મિથિલેશે 3 ઓગસ્ટની સાંજે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. તેઓ હૃદયની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. મિથિલેશે લખનૌ (Lucknow) માં અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર, તેમને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો, જે પછી તેમને સારવાર માટે તેમના વતન ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર કરી છે.

મિથિલેશના મૃત્યુના સમાચાર આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મિથિલેશ ચતુર્વેદીએ પોતાની કારકિર્દીમાં ઘણી મોટી અને સારી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું. તે સની દેઓલની ‘ગદરઃ એક પ્રેમ કથા’, મનોજ બાજપેયીની ‘સત્યા’, શાહરૂખ ખાનની ‘અશોકા’ સહિત ‘તાલ’, ‘બંટી ઔર બબલી’, ‘ક્રિશ’ અને ‘રેડી’માં જોવા મળ્યા હતા. પરંતુ ફિલ્મ ‘કોઈ… મિલ ગયા’માં તેમનું કામ સૌથી વધુ લોકપ્રિય હતું. આ ફિલ્મમાં તેણે રિતિક રોશનના કોમ્પ્યુટર ટીચરની ભૂમિકા ભજવી હતી.

મિથિલેશ એ જ શિક્ષક બન્યા હતા જેઓ રોહિત (રિતિક રોશન, ફિલ્મ- કોઈ મિલ ગયા) ને તેના વર્ગમાંથી બહાર કાઢે છે અને તેના પિતા પાસેથી કમ્પ્યુટર શીખવા માટે કહે છે. આ સીન નિહાળનાર દરેક દર્શકના દિલ પર લાગી આવ્યો હતો. મિથિલેશ ચતુર્વેદીના આ નેગેટિવ પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

અહેવાલ છે કે મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા ‘ટલ્લી જોડી’ નામની વેબ સિરીઝમાં કામ મળ્યું હતું. આ સિરીઝમાં તેની સાથે માનિની ડે જોવા મળવાની હતી. બોલિવૂડ ફિલ્મોની સાથે મિથિલેશે થિયેટરમાં પણ કામ કર્યું હતું. રંગભૂમિમાં તેમના યોગદાનની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. અરે, એક મહાન કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *