હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ઘણાં સમય પહેલાં પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારબાદ આત્મહત્યા કરવાં પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી ત્યાં તો તેના (મામાનો છોકરો) ભાઈને ગોળી વાગી છે.
સુશાંતના ભાઇ યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ તથા તેના સાથી અલી હસન સહિત વધુ 2 લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. ગોળી વાગવાને લીધે ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલો સુશાંતના જન્મસ્થાન બિહારમાં આવેલ સહર્ષ જિલ્લાનો છે કે, જ્યાં નિર્ભય ગુનેગારોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
હકીકતમાં, યામાહા શો રૂમના માલિક રાજકુમાર સિંહ પાસે સહર્ષ, સુપૌલ તથા મધેપુરા એમ 3 જિલ્લામાં યામાહા મોટરસાયકલોનો શો રૂમ આવેલો છે. આ દરમિયાન, મધેપુરા જતાં શનિવારે તેમને ગોળી વાગી હતી કે, જેમાં શો રૂમના માલિક રાજ કુમાર સિંહ તથા તેનો સાથી હસન અલી ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાજકુમાર સિંહના સહાયક હસન અલીની હાલત વધુ નાજુક છે. રાજકુમાર સિંહના ભાઇના જણાવ્યા પ્રમાણે તે દરરોજ મધેપુરા શો રૂમમાં જતા હતા ત્યારે બાઇજનાથપુર ચોક નજીક મોટરસાયકલ પર સવાર 3 ગુનેગારોએ બાઇકને ઓવરટેક કર્યો હતો તેમજ ત્યારબાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ ઘટના દરમિયાન બંનેને ઘટનાસ્થળ પર જ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુનેગારોની ગોળીબાર પાછળનો હેતુ શું હતો? તે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે. આગળની તપાસ કર્યાં બાદ જાણવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle