દિગ્ગજ અભિનેત્રીના આપઘાતથી ફિલ્મ જગતમાં છવાયો માતમ- અનેક મોટી ફિલ્મોમાં કરી ચુકી છે કામ

Akanksha Dubey News: હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, દિગ્ગજ અભિનેત્રીના આપઘાતથી ફિલ્મ જગતમાં માતમ છવાય ગયો છે. ભોજપુરી અભિનેત્રી(Bhojpuri…

Akanksha Dubey News: હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, દિગ્ગજ અભિનેત્રીના આપઘાતથી ફિલ્મ જગતમાં માતમ છવાય ગયો છે. ભોજપુરી અભિનેત્રી(Bhojpuri actress) આકાંક્ષા દુબેએ બનારસની એક હોટલમાં આપઘાત કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોડલ અને અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ગળાફાંસો ખાઈને પોતાના જ જીવનનો અંત આણ્યો છે. આકાંક્ષા ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી. તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો.

આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ પેદા કરને વાલે કી 2’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જેને કારણે તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ બદના વાલે કી 2’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનાથી બધાને મોટો આંચકો લાગ્યો છે.

આકાંક્ષા દુબે ત્રણ વર્ષની ઉંમરે તેના માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેના માતા-પિતા તેને IPS ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું. નાનપણથી જ તેને ટીવી જોવાનો શોખ હતો. આ જુસ્સાને અનુસરીને તે ફિલ્મી દુનિયામાં આવી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની મિત્ર પુષ્પાંજલિ પાંડેએ આમાં તેની મદદ કરી હતી.

રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષની ઉંમરે આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો. અહીં તેણે નિર્દેશક આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તેને ઘણી વખત અસ્વીકારનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ પછી તેણે ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે નવા કલાકાર સાથે નવા કલાકારની જેમ વ્યવહાર કરવામાં આવતો નથી. જેના કારણે લોકોનો વિશ્વાસ તૂટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *