ફરી PM ની સુરક્ષામાં મોટી ચૂક, રોડ શો દરમિયાન અચાનક મોદીની સામે આવી ગયો શખ્સ અને પછી જે થયું… જુઓ વિડીયો

PM Modi security breach video: અવારનવાર PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની સુરક્ષામાં મોટી ચૂકની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ચૂક થઇ હોવાની…

PM Modi security breach video: અવારનવાર PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની સુરક્ષામાં મોટી ચૂકની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો કર્ણાટક(Karnataka)માં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક(PM Modi security breach) થઇ હોવાની ઘટના સામે આવી છે. અહીં PMની રેલી દરમિયાન સુરક્ષામાં ભંગ થયો છે. ત્રણ મહિનામાં બીજી વખત PM ની સુરક્ષામાં થયેલ ચૂકે ખળભળાટ મચી ગયો છે. PM તરફ ભાગવાનો પ્રયાસ કરતા એક શખ્સ ઝડપાયો છે. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈયાર હતો. જેવો તે વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કર્યો કે તરત જ પોલીસે તેને રસ્તામાં જ પકડી લીધો. સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટના દાવનગરની છે. અહીં PM મોદીનો રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા. દરમિયાન વ્યક્તિએ ભાગીને પીએમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પીએમની કાર પાસે પહોંચી ગયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પીએમની આટલી નજીક આવવું એ ગંભીર પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે.

સુરક્ષા કોર્ડન તોડીને યુવકો પીએમની કાર સુધી પહોંચ્યા?
આજે પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેમણે ત્યાં એક જાહેર સભા કરી, ત્યારબાદ રોડ શો કર્યો. વાસ્તવમાં પીએમના રોડ શો માટે ત્રણથી ચાર લેયરની સુરક્ષા રાખવામાં આવી હતી. રસ્તાની બંને બાજુએ બેરીકેટ્સ મુકવામાં આવ્યા હતા. અહીં હાજર લોકોને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે બેરિકેડ કૂદીને રસ્તા પર ન આવો. તમારે ફક્ત હેલો કહેવાનું છે. આમ છતાં આરોપી યુવક બેરિકેડ કૂદીને પીએમ તરફ જવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડે તેને પકડી લીધો હતો. એસપીજીએ તેને કસ્ટડીમાં લીધો હતો. આ એક ગંભીર સુરક્ષા ખામી માનવામાં આવે છે.

સુરક્ષામાં કોઈ ખામી નથીઃ પોલીસનો દાવો
એડીજીપી લો એન્ડ ઓર્ડર આલોક કુમારે કહ્યું કે પીએમની સુરક્ષામાં કોઈ ખામી નથી. તેમણે કહ્યું કે આરોપી યુવકનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સુરક્ષામાં કોઈ ભંગ થયો નથી. તે નિષ્ફળ પ્રયાસ હતો. તરત જ મેં અને એસપીજીએ તેને સલામત અંતરે પકડી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *