Actress Parul Gulati: ‘ગર્લ્સ હોસ્ટેલ’ અને ‘સાઇલેન્સ 2’ જેવી વેબ સિરીઝમાં જોવા મળેલી એક્ટ્રેસ પારુલ ગુલાટી હવે બિઝનેસવુમન બની ગઈ છે અને કરોડો રૂપિયા કમાઈ રહી છે. તેની પાસે હેર એક્સટેન્શનનો બિઝનેસ છે, જે ખૂબ ખર્ચાળ છે અને ઘણી સેલિબ્રિટી (Actress Parul Gulati) તેનો ઉપયોગ કરે છે. પારૂલે જણાવ્યું કે, કિમ કર્દાશિયનનો શો જોયો ત્યારે આઈડિયા આવ્યો. ત્યારે એવા ઘણા મલ્ટીપલ થોટ્સ આવ્યા હતા. પછી વિચાર્યું કે બિઝનેસ શરૂ કરવો જોઈએ.
પારુલ ગુલાટી પોતે પણ હેર એક્સટેન્શનનો ઉપયોગ કરે છે. પારુલ ગુલાટીએ ઘણી વેબ સીરિઝ સિવાય ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેની એક્ટિંગ કરિયરમાં ખાસ કોઈ ફાયદો થયો નહીં. પારુલ ગુલાટીએજણાવ્યું કે તેણે આ ક્ષેત્રમાં આવવાનું કેમ નક્કી કર્યું. પારુલે જણાવ્યું કે જ્યારે તે ફિલ્મ ‘ઝોરાવર’માં કામ કરી રહી હતી ત્યારે તેને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો.
પારૂલે જણાવ્યું કે, આ બિઝનેસ માટે તે વાળ તિરૂપતિ મંદિરમાંથી લાવતી હતી અને જ્યાં મોટી સંખ્યામાં લોકો માનતાના નામ પર વાળ ડોનેટ કરતા હતા. અહીં વાળ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા. ત્યાંથી ડેન્ટર ખરીદતી અને પછી એક્સટેન્શનમાં યુઝ કરતી હતી.
આ રીતે મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું
પારુલે કહ્યું કે તેને સમજાયું કે તેને મોટી અભિનેત્રી બનવામાં ઘણો સમય લાગશે અને આ લાંબા સમય સુધી શક્ય નહીં બને. પારુલને લાગતું હતું કે તે કદાચ મોટી અભિનેત્રી નહીં બની શકે, પરંતુ મોટી હિરોઈનોની ચોક્કસ બ્રાન્ડ હોય છે. પછી તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું.
હેર એક્સટેન્શન બિઝનેસ માલિક
પારુલ ગુલાટીએ જણાવ્યું કે તેણે હેર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો હતો અને તેના વાળ ખૂબ જ ટૂંકા કાપી નાખ્યા હતા. આ કારણે તેને કામ નહોતું મળતું અને ઓડિશનમાં રિજેક્ટ પણ થઈ રહ્યું હતું. આ કારણોસર તે વાળમાં એક્સટેન્શન પહેરતી હતી. તેણે આને વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું. આગળ શું થયું, તેણે માર્કેટમાં જઈને વાળ ખરીદ્યા અને પછી ડોમેન ખરીદીને બિઝનેસ શરૂ કર્યો. હવે તે નિશ એક્સટેન્શન્સની સીઈઓ અને સ્થાપક છે. રિપોર્ટ્સ અનુસાર તેમના બિઝનેસની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે.
પારુલ બિઝનેસમાંથી કરોડોની કમાણી કરે છે
પારુલે જણાવ્યું કે જ્યારે તે હેર એક્સટેન્શન ખરીદવા માર્કેટ ગઈ ત્યારે તેને ખબર પડી કે તે ખૂબ જ મોંઘા છે. તેણે હેર અને ડોમેન ખરીદીને કામ શરૂ કર્યું અને તેના બિઝનેસનું નામ નિશ હેર રાખ્યું. પારુલે કહ્યું કે તેણે આ નામ એટલા માટે રાખ્યું કારણ કે તેની માતા તેને નિશુ કહે છે. હવે પારુલ ગુલાટી આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાઈ રહી છે. જોકે તેણે અભિનય પણ ચાલુ રાખ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App