“બબીતા” બાદ વધુ એક અભિનેત્રીનું વિવાદિત નિવેદન- સુરતમાં વાલ્મીકિ સમાજના આગેવાને જાહેરમાં દવા પીધી

જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને તારક મહેતાની મુનમુન દત્તા ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગ માટે બનાવેલા વીડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેથી હરિજન અને વાલ્મીકિ સમાજની લાગણી દુભાઈ હતી. જેથી સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવી કલેકટર કચેરીની બહાર ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.

મુનમુન દત્તા બાદ હવે યુવિકા ચૌધરીએ વીડિયો બનાવતી વખતે જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને લઇને ફરી એક વખત વાલ્મીકિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવિકા ચૌધરી જેવી અભિનેત્રી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે એ યોગ્ય કહેવાય નહિ.

આ શબ્દનો ઉપયોગથી સમાજના લોકોનું અપમાન થાય છે અને લાગણી પણ દુભાઈ છે. પરંતુ, જાણે અભિનેત્રીઓને કોઇ સમાજની પરવા ન હોય તે રીતે તેઓ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, યુવિકા ચૌધરી જેવી જાણીતી અભિનેત્રી દ્વારા વાલ્મીકિ સમાજનું અપમાન કરવામાં આવતા સ્વાભિમાની સંસ્થાના પ્રમુખ કિરીટ વાઘેલા, રિતેશ સોલંકી અને પૂનમ હરિજને દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાલ્મીકિ સમાજના અન્ય લોકો કાળી પટ્ટી પહેરીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, વિરોધ કરવામાં આવેલા લોકોના હાથમાં બોટલમાં દવા હતી. દવા પીવાની શરૂઆત કરતાં જ પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધ કરનારાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે બોટલમાંથી ઝેર કે અન્ય કોઈ ઝેરી દ્રવ્ય પીવાનું શરૂ કરતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. અહી થોડીવાર માટે જિલ્લા સેવા સદન ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા વિરોધ કરવા આવનારને ડિટેન કરવામાં આવ્યા હતા.

તારક મહેતાની અભિનેત્રી મુનમુન દત્તા દ્વારા જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યા બાદ યુવિકા ચૌધરી દ્વારા પણ એ જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુનમુન દત્તાને લઈને વાલ્મીકિ સમાજના સ્વાભિમાની સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અન્નનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા હોવાનું સામે આવ્યું હતું. ત્યાં જ યુવિકા ચૌધરીને લઈને પણ હવે વિરોધ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *