તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારે તબાહી, મુખ્યમંત્રી રૂપાણીએ સહાયને લઈને કરી મોટી જાહેરાત- જાણો જલ્દી

ગુજરાત રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ ભારે પવન અને વરસાદને કારણે કાચા મકાનો તૂટી પડ્યા તો કેટલીક જગ્યાએ ખેડૂતોની વર્ષોની મહેનત થોડા જ સમયમાં બરબાદ થઇ ગઈ. તૌકતે વાવાઝોડા દરમિયાન ઘણી જગ્યાએ માસુમ પક્ષીઓના પણ મૃત્યુ થયા છે. કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડવાને કારણે વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે. તૌકતે વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યમાં ભારે નુકસાન થયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણના નુકસાન થયું છે. ઉનાળુ પાકને ખુબ નુકસાન થયું છે અને સાથે બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી વધારે નુકસાન થયું છે. તો અનેક લોકોના ઘરમાં પણ ખુબ નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ કાચા મકાનો અને ઝુપડાઓ પણ તૂટી પડ્યા છે. આ તમામ પ્રકારના નુકસાનનો હંગામી ઢોરને સર્વે કરવામાં આવશે ત્યાર બાદ સહાયની ચુકવણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું ખુબ નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને ભારે અસર થઈ છે. જ્યારે સૌથી વધુ કેરી અને નાળિયેરના પાકને પણ નુકસાન થયું છે. કેટલાક લોકોના કાચા મકાનો અને ઝુપડા પણ ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાય પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, નુકસાનના સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને જ્યાં જ્યાં નુકસાન થયું છે તે બધાને સહાય ચુકવવામાં આવશે. સાથે માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે અને તેમને પણ સહાય મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આગામી બે દિવસની અંદર બધુ જ રાબેતા મુજબ શરુ થાય તે માટેની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.

દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતી કાલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજળીના થાંભલાઓ પડી જવાને કારણે વીજ પૂરવઠો ખોરવાયો છે. કુલ 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજ પૂરવઠો શરુ થઇ ચુક્યો છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જયારે 220kvના 5 સબસ્ટેશનને નુકસાન થયું હતું. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયેલ છે. જ્યારે 4 સબસ્ટેશનમાં કામગીરી શરુ છે. અંદાજે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. જયારે ગુજરાત સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને મોટી અસર થઈ છે. જયારે કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ચુક્યો છે. જયારે વધુ 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. રાજ્યમાં કુલ 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થઇ ગયા છે અને 112 રસ્તાઓ ફરી શરુ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *