Adah Sharma News: ધ કેરળ સ્ટોરી’થી ફેમસ થયેલી અભિનેત્રી અદા શર્મા થોડા મહિના પહેલા મુંબઈમાં સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના ઘરે શિફ્ટ થઈ હતી. સુશાંત સિંહનું થોડા વર્ષો પહેલા આ ઘરમાં મૃત્યુ થયું હતું. સુશાંતનું ઘર ચાર વર્ષ સુધી ખાલી રહ્યું હતું. આ વર્ષે અદા શર્મા (Adah Sharma News) અહીં શિફ્ટ થઈ હતી. દિવંગત અભિનેતાના ઘરે શિફ્ટ થવા પર અભિનેત્રીને ટ્રોલ પણ થઈ હતી. હવે અદાએ એક ઈન્ટરવ્યુમાં સુશાંત સિંહ રાજપુતના ઘરમાં રહેવાના અનુભવ વિશે વાત કરી છે.
સુશાંતના ઘરે શિફ્ટ થયા પછી થયેલા ટ્રોલિંગ પર અદા શર્માએ શું કહ્યું
અદા જ્યારે સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના ઘરે શિફ્ટ થઈ ત્યારે તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેનો હવે અદાએ એક ઈન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે. અદાએ કહ્યું, એક અભિનેતા તરીકે અથવા તો એક વ્યક્તિ તરીકે તમને જે કહેવામાં આવે છે તેના પર તમે પ્રતિક્રિયા આપી શકતા નથી. આપણે બધાએ જીવનમાં ઘણું બધું કરવાનું છે. વળી, આ એક આઝાદ દેશ છે અને દરેકને તેમના અભિપ્રાયનો વ્યક્ત કરવાનો અધિકાર છે. જો તેઓ કંઈક વિશે અનુભવે છે, તો તેમણે તેમ કરવું જોઈએ… અને તેમ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
શું અદાને સુશાંતના ઘરે જતા ડર લાગે છે?
અદા શર્મા જૂન મહિનાથી મુંબઈના બાંદ્રામાં સમુદ્ર તરફની બિલ્ડીંગ મોન્ટ બ્લેન્કમાં સુશાંત સિંહ રાજપૂતના મકાનમાં ભાડેથી રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેને સુશાંતના ઘરમાં ડર લાગે છે? શું તેણે ક્યારેય સુશાંતની હાજરી અનુભવી હતી?
શું તેણે ક્યારેય આ ઘરમાં કોઈ ડરામણી વસ્તુઓનો અનુભવ કર્યો છે? આ સવાલોના જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું, મને સુશાંતની હાજરી અનુભવાઈ છે, પરંતુ મને લોકો હંમેશા ડર અથવા ડરામણી વસ્તુઓ વિશે પૂછે છે. મને લાગે છે કે ડર વિશે પ્રશ્નો પૂછવા યોગ્ય નથી. અદાએ આગળ કહ્યું, સુશાંત સિંહ રાજપૂતને તેમના શાનદાર કામ માટે યાદ કરવા જોઈએ. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા હતા.
અદા શર્મા વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો અદા શર્મા હાલમાં જ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં જોવા મળી હતી. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત, આ ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અભિનેત્રી ટૂંક સમયમાં ડ્રામા સિરીઝ ‘રીતા સાન્યાલ’માં જોવા મળશે. આમાં તે વકીલની ભૂમિકામાં જોવા મળશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App