સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં રહેતો અને L&T કંપનીમાં નોકરી કરતો યુવક જ્યારે ઓનલાઈન ગેમ(Online game)ના રવાડે ચડતા તેમની માથે ક્યારે દેવું થઇ ગયું તે ખબર જ ન રહી અને તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. તેણે એક સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તે ઓનલાઈન ગેમ કેસિનો(Casino)માં 30 લાખ રૂપિયાનું દેવું થતા આપઘાત કર્યો છે. શહેરના અડાજણ પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતો સાગર કિશોરરાવ ત્રિકાંડી(ઉ.વ.29)હજીરા એલ એન્ડ ટી કંપનીમાં ફીટર તરીકે કામ કરતો હતો.
બુધવારે રાત્રે તેણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા અડાજણ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને સાગર ત્રિકાંડીએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે ઓનલાઈન કેસીનો ગેમમાં 30 લાખ રૂપિયાનું દેવું થઇ જતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
જુઓ સુસાઈડ નોટમાં શું લખ્યું:
સ્યુસાઈડ નોટમાં લખેલા લખાણ મુજબ, હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી બધી મોટી ભૂલ કરી છે કે હું કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન ગેમ કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આપઘાત કરૂ છું.
પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ:
મળતી માહિતી અનુસાર, સાગરની પત્ની પ્રસુતિ માટે વડોદરા પિયર ગઈ હતી અને 14 દિવસ પહેલા જ તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો હતો. બુધવારના રોજ રાત્રે અચાનક સાગરે આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર પણ હિબકે ચડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.