શું અરબોનો માલિક અદાણી પરિવાર રાજકારણમાં ઝંપલાવશે? સૌથી મોટા સમાચાર આવ્યા સામે

છેલ્લા ઘણા દિવસોથી દેશના ટોચના અમીરો અને વિશ્વના ટોચના અમીરોમાં ગણાતા ગૌતમ અદાણી(Gautam Adani) અથવા તેમના પત્ની ડો.પ્રીતિ અદાણી(Priti Adani)ને રાજ્યસભાના સાંસદ બનાવવાની અટકળો ચાલી…

છેલ્લા ઘણા દિવસોથી દેશના ટોચના અમીરો અને વિશ્વના ટોચના અમીરોમાં ગણાતા ગૌતમ અદાણી(Gautam Adani) અથવા તેમના પત્ની ડો.પ્રીતિ અદાણી(Priti Adani)ને રાજ્યસભાના સાંસદ બનાવવાની અટકળો ચાલી રહી છે. આ દાવા અંગે હવે અદાણી પરિવાર વતી નિવેદન જારી કરવામાં આવ્યું છે. ગ્રુપના એક નિવેદન મુજબ અદાણી પરિવારના કોઈપણ સભ્યને રાજકારણ(Politics)માં કોઈ રસ નથી. તેની સ્પષ્ટતામાં અદાણી જૂથે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચાર અંગે જૂથને જાણ થઈ છે. જૂથે આ બાબતોને સંપૂર્ણપણે નકારી કાઢી છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા અન્ય લોકો પોતાના ફાયદા માટે અમારા નામને બદનામ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, ડો. પ્રીતિ અદાણી અને અદાણી પરિવાર(Adani family)નો કોઈ સભ્ય કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવા જઈ રહ્યો નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.

અદાણીએ વોરેન બફેટને પાછળ છોડ્યા:
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 25 એપ્રિલે ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચ્યા હતા. અદાણીની કુલ નેટવર્થ $123.1 બિલિયન હોવાનો અંદાજ હતો. તેણે Berkshire Hathawayના વોરેન બફેટને પાછળ છોડીને આ પદ મેળવ્યું. બફેટની કુલ અંદાજિત નેટવર્થ $121.7 બિલિયન હતી.

5 લાખ રૂપિયાથી અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું:
અદાણીએ માત્ર 5 લાખ રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો.આ રોકાણથી તેણે ધીરે ધીરે એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની આ સફળતા પાછળ તેમની મહેનત, ચતુરાઈ, કૌશલ્ય, નેટવર્કિંગ જેવા ગુણો છે. કોલેજનો અભ્યાસ પણ પૂરો ન કરી શકનાર ગૌતમ અદાણીની વાર્તા હીરાના વ્યવસાયથી શરૂ થઈ હતી. તેઓ 16 વર્ષની ઉંમરે મુંબઈ ગયા હતા. હીરાનો ધંધો શીખવા લાગ્યા હતા. આ પછી તેઓ 1981માં ગુજરાત પાછા આવ્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા.

અદાણીએ 1988માં બિઝનેસ જગતમાં પહેલું મોટું પગલું ભર્યું હતું. તેમની પ્રથમ કંપની અદાણી એક્સપોર્ટ્સે બજારમાં પ્રવેશ કર્યો. માત્ર રૂ. 5 લાખની મૂડીથી શરૂ થયેલી આ કંપની પાછળથી અદાણી એન્ટરપ્રાઈઝ બની. અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડને 1994માં શેરબજારમાં પ્રવેશ કરીને પ્રોત્સાહન મળ્યું. 1991માં જ્યારે તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો માર્ગ મોકળો કર્યો ત્યારે દેશના વ્યાપાર જગતમાં મોટા પાયે પરિવર્તન જોવા મળ્યું. આનાથી અદાણી પરિવારને તેમની બ્રાન્ડને આગળ લઈ જવામાં મદદ મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *