માછીમારોને દરિયો ન ખેડવા અપીલ, આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું- જાણો શું કહ્યું હવામાન વિભાગે

વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન 10 મેના રોજ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. આ સંદર્ભે, હવામાન વિભાગે(Meteorological Department)…

વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન 10 મેના રોજ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. આ સંદર્ભે, હવામાન વિભાગે(Meteorological Department) બંગાળ(Bengal) અને ઓડિશા(Odisha)ના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ(Rain alert) જાહેર કર્યું છે. આ સમય દરમિયાન પવનની ઝડપ 90 KMPH સુધી રહી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતમાં ડિસેમ્બર 2021માં ચક્રવાત આવ્યું હતું.

હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત શનિવારે સાંજે આંદામાન સમુદ્રમાંથી બંગાળની ખાડી તરફ આગળ વધશે અને તે પછી 8મીથી બંગાળ, ઓડિશા અને ઝારખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે પણ જણાવ્યું કે, આ ચક્રવાત ઓડિશા અથવા આંધ્રના દરિયાકાંઠે પણ ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 75 થી 90 KMPH સુધીની હોઈ શકે છે.

ઓડિશા એલર્ટ મોડ પર:
આવી સ્થિતિમાં, ઓડિશા એલર્ટ મોડ પર છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારે NDRF અને ODRAFની ટીમોને શનિવારે મેદાનમાં ઉતરવાનું કહ્યું છે. જો વાવાઝોડાની અસર વિશે વાત કરીએ તો તે પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી શકે છે.

માછીમારો માટે એડવાઇઝરી જાહેર:
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. તેથી, 9 મેથી દરિયામાં ઉછળતા ઊંચા મોજાને કારણે માછીમારોને દરિયાઈ વિસ્તારમાં જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ફાયર સર્વિસના ડીડી એસ કે ઉપાધ્યાયે જણાવ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *