ભારતનું પ્રખ્યાત ગ્રુપ અદાણીગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અંબાણીને પછાડીને ધનિકોની યાદીમાં આગળ નીકળી ગયા છે રસપ્રદ વાત છે કે ગૌઅતમ અદાણીએ આ રેસમાં વોરન બફેટને પણ પાછળ છોડી દીધા છે. તમને સૌંને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ભરતના ગૌતમ અદાણી 5માં ક્રમાંકે પોહચી ગયા છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વોરેન બફેટને પાછળ છોડી આ સ્થાન હાંસલ કર્યું. એટલે કે, હવે બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
ભારતના બીજા પ્રખ્યાત ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે. અંબાણીની કુલ નેટ વર્થ (મુકેશ અંબાણી નેટવર્થ) 103.70 અરબ ડૉલર આંકવામાં આવી છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં કેટલો વધારો થયો?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 2022માં તેમની સંપત્તિમાં $43 બિલિયન ઉમેર્યા છે, જે તેમના પોર્ટફોલિયોમાં પ્રભાવશાળી 56.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જાણીતી કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેઓની કુલ નેટવર્થ 269.70 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ 170.2 અરબ ડૉલરની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે 166.8 અરબ ડૉલર આંકવામાં આવી છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
કેટલો મોટો છે કારોબાર
ગૌતમ અદાણી અદાણી ગ્રૂપના ચેરમેન અને સ્થાપક છે, જે એરપોર્ટથી લઈને દરિયાઈ બંદરો સુધી અને વીજ ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના બિઝનેસની શ્રેણીનું સંચાલન કરે છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવર સહિત ભારતમાં તેની છ જાહેરમાં ટ્રેડેડ કંપનીઓ છે. અદાણી ગ્રૂપે 08 એપ્રિલે જાહેરાત કરી હતી કે અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) એ અદાણીની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓ – અદાણી ગ્રીન એનર્જી (AGEL), અદાણી ટ્રાન્સમિશન (ATL) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ (AEL)માં $2 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. રોકાણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.