શું તમે જાણો છો દિવસ-રાત દેશ માટે નૌછાવર થનારા જવાનોને કેટલો પગાર મળે છે? જાણો રોચક વાતો

લગભગ દર વર્ષે દેશના એક યા બીજા ખૂણે ભારતીય સેના (Indian Army)ની ભરતી થતી જ હોય છે. દેશ માટે જીવ આપવો કે લેવો એ ભારતીય…

લગભગ દર વર્ષે દેશના એક યા બીજા ખૂણે ભારતીય સેના (Indian Army)ની ભરતી થતી જ હોય છે. દેશ માટે જીવ આપવો કે લેવો એ ભારતીય સેનાના જવાનો માટે કોઈ મોટી વાત નથી. ભારતીના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં નવયુવાનો સેનામાં ભરતી થવા માટે ભાગ લે છે. આ ભરતીમાં સિલેક્ટ થયેલા જવાનોને ટ્રેનિંગ દરમિયાનથી જ પગાર(Salary) અને અન્ય સુવિધાઓ મળવાનું શરૂ થઈ જતું હોય છે.

સેનામાં કેટલા બેન્ડ હોય છે:
મળતી માહિતી અનુસાર, 17થી વધુ પદો ભારતીય સેનામાં હોય છે. જેમાં સેલરી ઉપરાંત અલગ-અલગ બેન્ડ પણ હોય છે. સિપાઈ સૌથી નીચેનું પદ હોય છે. આ જ સૈનિક સરહદ પર આતંકીઓ, દુશ્મન સેના અને ઘૂસણખોરો સાથે સંઘર્ષ કરે છે. ગોળી પોતાની છાતી પર ઝીલે છે. જેમાં પહેલું એક્સ અને બીજું વાય આ રીતે કુલ સિપાહીના બે બેન્ડ હોય છે.

કેટલો પગાર મળે છે:
હવે વાત કરીએ સિપાહી(X) બેન્ડ વાળાના પગારની તો, સિપાઈ (X)ને 5200-20,000+1400+2000+DA મળે છે. એટલે સિપાહી(X) બેન્ડ વાળાને કુલ 26,900 રૂપિયા પગાર મળે છે. જ્યારે સિપાઈ (Y)ને 5200-20,200+2000+2000+DA મળે છે. આ કેટેગરીમાં કુલ 27,100 રૂપિયા પગાર મળે છે.

આ ઉપરાંત આજીવન પેન્શન, 60 દિવસની વાર્ષિક રજા, 20 દિવસની કેઝ્યુઅલ લીવ, છેલ્લાં પગારના આધારે મહત્તમ 300 દિવસની રજાની ચૂકવણી, બે વર્ષના અભ્યાસ માટે રજા વગેરેનો સમાવેશ થાય છે. આટલું જ નહીં IMA, OTA, CME,MCME અને MCTEમાં કેડેટ ટ્રેનિંગ વિંગમાં નિશ્વિત માસિક પગાર 21 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય અન્ય પણ ઘણી સુવાધાઓ સિપાહીઓને પૂરી પાડવામાં આવે છે.

બીજી કઈ-કઈ છૂટ મળે છે:
આ ઉપરાંત અન્ય સુવાધાઓમાં હવાઈ, રેલવે યાત્રામાં છૂટ, મિલિટરી હોસ્પિટલમાં ફ્રી સારવારની સુવિધા, ઓછા વ્યાજ પર લોન, કેન્ટીનની ફેસિલિટી, રાશન વગેરેનો સમાવેશ થાય છે. સરકાર ઈચ્છે છે કે સૈનિકને પગારને લઈને કોઈ પ્રકારનો તણાવ ન રહે. કેમ કે તે જ્યારે સરહદ પર તહેનાત હોય છે, ત્યારે તેનો પગાર તેના ઘરના લોકોના કામમાં આવે છે. કે પછી તેની બચત થાય છે.

જે લોકો દેશ માટે જીવ આપવા તૈયાર રહે છે તેમાંથી મોટાભાગના ભારતીય સેનામાં સામેલ થઈ જાય છે. આ તે જવાનો છે જે અવાર-નવાર દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરી છે. સિઝફાયરિંગ હોય કે ઘૂસણખોરી કે પછી કોઈ કુદરતી આફત. આ જવાનો સૌથી પહેલા પોતાના જીવનું બલિદાન આપી દેતા હોય છે. તેઓને પોતાના દેશ માટે જીવ આપવો કે લેવો એ ખુબ જ સામાન્ય વાત લાગતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *