અદાણીને બીજો મોટો ઝટકો: કેન્યાએ 21,422 કરોડની ડીલ રદ કરી, જાણો સમગ્ર મામલો વિગતે

Gautam Adani: ગયા વર્ષે અમેરિકન કંપની હિંડનબર્ગ નો ફટકો પડ્યા બાદ ભારતીય ગૌતમ અદાણી ઉપર ફરી એક વખત અમેરિકન બોમ્બ ફૂટ્યો છે. અમેરિકન ન્યાય વિભાગ અને SEC એ આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની કંપની અદાણી ગ્રીન એનર્જી ના એક સોલાર એનર્જી પ્રોજેક્ટ નો કોન્ટેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. આ ખબર સામે આવ્યા બાદ અદાણી (Gautam Adani) ગ્રુપની કંપનીઓમાં જાણે કે સુનામી આવી ગઈ અને શેરબજારમાં તેની કિંમતો 20 ટકા સુધી તૂટી ગઈ. અમેરિકા માંથી આવેલા આ સમાચાર એક જ નહીં પરંતુ અલગ અલગ ત્રણ જગ્યાએથી ઝટકાઓ લાગ્યા છે. આવો જાણીએ કઈ રીતે અને કઈ જગ્યાએ?

શા માટે અમેરિકાએ ઘેર્યા ગૌતમ અદાણીને?
સૌથી પહેલા જાણી લઈએ કે અમેરિકામાં ગૌતમ અદાણી ઉપર કયા આરોપો મૂકવામાં આવ્યા છે. અમેરિકાની ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની ઉપર અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવા અને એક સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને ખૂબ મોટી માત્રામાં લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે 2020 થી 2024 દરમિયાન અદાણી ગ્રીન અને એજ્યોર પાવર ગ્લોબલ ને આ સોલાર પ્રોજેક્ટ અપાવવા માટે ખોટી રીતે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર એટલે કે લગભગ 2236 કરોડ રૂપિયા લાંચમાં આપવામાં આવ્યા છે.

આટલું જ નહીં કહેવામાં આવી રહ્યું છે કે આ લાંચ વાળી વાત અમેરિકન કંપની એટલે કે એજ્યોર થી છુપાવવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ દ્વારા 20 વર્ષમાં બે અબજ ડોલર થી વધારે નફાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તેનો લાભ લેવા માટે ખોટા દાવા કરીને લોન અને બોન્ડ મેળવવામાં આવ્યા હતા.

પહેલો ઝટકો શેર બજારમાં સુનામી
અમેરિકામાં તપાસ અને આરોપણના સમાચાર ની પહેલી અસર અદાણી ગ્રુપના શેર પર જોવા મળી હતી જે એવી જ હતી હિંડનબર્ગ ના રિપોર્ટ સામે આવ્યા હતા ત્યારે થઈ હતી. આ કંપનીના રિપોર્ટ પબ્લિક થયા બાદ ગયા વર્ષે જાન્યુઆરી 2023 માં અદાણીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. પાછલા કારોબારી દિવસ ગુરુવારના રોજ કંપની ના સ્ટોકમાં ભાવ ઘટાડો થયો હતો જેના લીધે અઢી લાખ કરોડ રૂપિયા નું નુકસાન થયું હતું. તો શુક્રવારની રોજ પણ ઘણા શેર હોય માઇનસ તરફ ગયા હતા. જોવા જઈએ તો આ પાછલા બે દિવસોમાં અડાણી ગ્રુપનું માર્કેટ કેપ લગભગ ત્રણ ગ્લાસ કરોડ રૂપિયા ઓછું થઈ ગયું છે.

બીજો ઝટકો 600 મિલિયન ભેગા કરવાનો પ્લાન કેન્સલ
હવે વાત કરીએ અમેરિકાની તપાસ ની ખબર ની બીજી અસર, જણાવી દઈએ કે ખુશખોરી મામલામાં ન્યૂયોર્કની કોટે ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી ઉપરાંત અન્ય સાત લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને ઘુસખોરીના આરોપો લગાવ્યા છે. તેના પર ભારતમાં સોલાર એનર્જી સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અદાણી ગ્રુપ એ બોન્ડ દ્વારા ફંડ ભેગું કરવા ની યોજનાને કેન્સલ કરી દીધું છે. જણાવી દઈએ કે ગૌતમ અડાડીની કંપની એ બોન્ડ દ્વારા 60 કરોડ ડોલર ભેગા કરવાની યોજના બનાવી હતી પરંતુ અમેરિકામાં લાગેલા આરોપ બાદ ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ પ્લાનને કેન્સલ કર્યો છે.

ત્રીજો ઝટકો કેન્યા સાથે ડીલ કેન્સલ
ગૌતમ અદાણી ને ત્રીજો ઝટકો કેન્યામાંથી મળ્યો છે. જેણે અદાણી ગ્રુપ સાથે પોતાની મોટી બે ડીલ કેન્સલ કરી દીધી છે. તેમાંથી પહેલા રદ કરવામાં આવેલ સોદાની કિંમત 700 મિલિયન ડોલર હતી જેમાં પાવર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ હતું. તેમજ બીજા સોડાની કિંમત 1.8 અરબ ડોલર હતી જે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે હતી. ઘણા બધા કે આ કોન્ટ્રાક્ટ માટે કોમ્પિટિશન કરનારી એક ચીની કંપની હતી.