ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (Adani Green Energy AGEL) એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરુપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન ઉર્જા અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 MW રીન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સિમાચિહ્નરુપ ઉપલબ્ધિ પ્રોત્સાહનના પોરસ પિરસનારી છે.
ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો
અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાહળા કરશે અને સૌથી મહત્વના એવા હવામાં વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે.અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલવારીની કાર્ય ક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગીગા સ્કેલ ઉપર સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે.
2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન
અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે.” તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી પરંતુ તેને જમીની હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઉર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઉર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે.2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરુપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGELવિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી પરંતુ તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.
200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે Adani Green Energy કાર્યરત
AGELના પ્રાકૃતિક અને સામાજિક મૂડી વધારવાના સંકલ્પને અનુરૂપ કંપની તેની સમગ્ર કામગીરીમાં ટકાઉ આયામોને અનુસરી રહી છે. સર્વના ભવિષ્યને ટકાઉ ઉર્જા આપવા ઉપર કંપનીનું અટલ લક્ષ્ય યુનાઈટેડ નેશન્સના પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા, યોગ્ય કાર્યશૈલી અને આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ, અભિનવ અભિગમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર સ્ટેવાર્ડશીપ, કચરાનું વ્યવસ્થાપન અને ચક્રાકાર અર્થતંત્ર, જૈવવિવિધતા વ્યવસ્થાપન અને આબોહવા સંલગ્ન પગલા.સાથેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે જોડાયેલું છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે.
યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15% થી વધુ ફાળો આપેે છે
ભારતના રીન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકોમાં AGELના 10,000 MWના યોગદાન સાથે દેશના રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાના કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11%નું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15% થી વધુ ફાળો આપેે છે. આ સેક્ટરમાં 3,200 થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ગીગા-સ્કેલ વિકાસ માટે બ્લુપ્રિન્ટ પૂૂરી પાડી છે. તેની ઉપલબ્ધિ જોઇએ તો નાણા વર્ષ-16 અને -23માં વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન આગામી મહત્વાકાંક્ષી સિમાચિહ્ન અંતર્ગત વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ હાઇબ્રિડ રીન્યુએબલ એનર્જી ક્લસ્ટર અને રીન્યુએબલ એનર્જી પ્રકલ્પ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App