25 વર્ષમાં સૌથી મોટા 7.5ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું તાઇવાન: ચારના મોત, 91 હજાર ઘરોમાં વીજળી ગુલ- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો

Taiwan Earthquake: આજે રોજ એટલે કે બુધવારની વહેલી સવારે તાઇવાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ભૂકંપના કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન…

Taiwan Earthquake: આજે રોજ એટલે કે બુધવારની વહેલી સવારે તાઇવાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ભૂકંપના કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. તાઈવાન સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે બુધવારે સવારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના(Taiwan Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. જાપાનનું કહેવું છે કે સુનામીની પ્રથમ લહેર તેના બે દક્ષિણ ટાપુઓ પર આવી છે.

7.2ની તીવ્રતાનો ભૂકંપ
તાઈવાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. તાઈવાનમાં આવેલા ભૂકંપના આંચકા શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

4 વ્યક્તિનું મોત, 50 ઘાયલ
બુધવારે આવેલા ભૂકંપ બાદ તાઇવાનના ફાયર વિભાગે કહ્યું છે કે ટાપુના પૂર્વ કિનારે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 4 વ્યક્તિના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઇમારતો ધરાશાયી
તાઈવાનમાં ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના કેન્દ્રની નજીક, તાઇવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલીન શહેરમાં નુકસાનની જાણ કરવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હુઆલીન શહેરથી લગભગ 18 કિમી દક્ષિણમાં હતું.

ફિલિપાઈન્સમાં પણ સુનામીનું એલર્ટ
તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ ફિલિપાઈન્સને સુનામીની સંભાવનાને લઈને ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ કેટલાક પ્રાંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે. અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં જવાનું કહેવામાં આવ્યું છે.

તાઈવાનના મીડિયા અનુસાર, તાઈવાનમાં 10 હજારથી વધુ ઘરો વીજળી ગુલ થઈ છે. ભૂકંપના કારણે વાયરો અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. વીજ પાવર સપ્લાય ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.