એવું તો શું આવ્યું Hindenburg રિપોર્ટમાં કે અદાણી રાતોરાત ગુમાવી બેઠા 1.32 લાખ કરોડ

કંપનીઓ પર દેવાના અહેવાલ બાદ અદાણી ગ્રુપ (Adani Group) ની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. Adani ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 20-20%નો ઘટાડો…

કંપનીઓ પર દેવાના અહેવાલ બાદ અદાણી ગ્રુપ (Adani Group) ની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. Adani ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 20-20%નો ઘટાડો થયો છે. ઘટાડાનો આ તબક્કો ત્યારે શરૂ થયો જ્યારે ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે (Hindenburg) તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. અદાણી ગ્રુપ પર તેની મોટી અસર થઈ છે.

બુધવારથી એટલે કે, 3 દિવસમાં Adani ની નેટવર્થમાં 10% થી વધુનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીને 1.32 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અદાણીની કંપનીઓના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

અમેરિકન રિપોર્ટમાં જૂથ પર મની લોન્ડરિંગ સહિતના ગંભીર આરોપો છે
ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે બુધવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપની તમામ 7 મોટી લિસ્ટેડ કંપનીઓ પર વધુ દેવું છે. તમામ ગ્રૂપ કંપનીઓના શેરનું મૂલ્ય પણ 85%થી વધુ છે. અદાણી ગ્રૂપે શેરમાં હેરાફેરી કરી હતી. એકાઉન્ટિંગમાં છેતરપિંડી કરવામાં આવી છે. અદાણી ગ્રૂપ કેટલાક દાયકાઓથી માર્કેટ મેનીપ્યુલેશન, એકાઉન્ટિંગ ફ્રોડ અને મની લોન્ડરિંગમાં સામેલ છે.

Adani ગ્રુપ પર આ રિપોર્ટની 3 મોટી અસર
1. કુલ નેટવર્થ હવે ઘટીને $96.6 બિલિયન એટલે કે રૂ. 7.88 લાખ કરોડ થઈ ગઈ છે.

2. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) શુક્રવારે ખુલી. પ્રાઈસ બેન્ડ 3 હજાર 112 રૂપિયાથી 3 હજાર 276 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પરંતુ આજે ઘટાડાને કારણે ખુદ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ.2,768 પર આવી ગયો છે. એટલે કે 18%નો ઘટાડો થયો છે.

3. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ફોર્બ્સની અમીરોની યાદીમાં ચોથાથી સાતમા સ્થાને સરકી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની કુલ સંપત્તિ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.

બુધવારે પણ મોટો ઘટાડો નોંધાયો હતો
બુધવારે Adani ટ્રાન્સમિશન 8.08%, અદાણી પોર્ટ્સ 6.13%, અદાણી વિલ્મર 4.99%, અદાણી પાવર 4.95%, અદાણી ટોટલ ગેસ 3.90%, અદાણી ગ્રીન એનર્જી 2.34% અને અદાણી એન્ટરપ્રાઇઝ 1.07% ઘટીને બંધ થયા હતા. અંબુજા સિમેન્ટ, ACC 7.14% અને NDTV 5.00%, તાજેતરમાં અદાણી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.

જો કે Adani ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જુગશિન્દર સિંહે આ અહેવાલને બકવાસ ગણાવ્યો છે. અહેવાલને તથ્યવિહીન ગણાવતા તેમણે કહ્યું કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. આ રિપોર્ટ દૂષિત ઈરાદાથી પ્રેરિત છે. Hindenburg સંશોધને અમારો સંપર્ક કરવાનો અથવા ધ મેટ્રિક્સને ચકાસવાનો પ્રયાસ કર્યો નથી. આ રિપોર્ટ ખોટી માહિતીથી ભરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *