સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ અધિક કલેક્ટર કે જેઓ હાલમાં જૂનાગઢમાં પોસ્ટેડ છે તેમની સામે કેશોદના RTI અરજદાર પર કથિત ફોજદારી ધાકધમકી અને દુર્વ્યવહારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ, કેશોદ પોલીસે ગયા વર્ષે એપ્રિલમાં અલ્પેશ ત્રાંબડિયાએ ( Alpesh Trambadiya) કરેલી ફરિયાદની અરજીને એફઆઈઆરમાં રૂપાંતરિત કરી હતી અને આરોપી તરીકે અધિકારી દર્શના ભગલાણીનું (Darshana Bhaglani) નામ આપ્યું હતું.
તેમની ફરિયાદ મુજબ અલ્પેશ ત્રાંબડિયાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ તેમજ સરકારી વાહનોના ઉપયોગ અંગે આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવા માટે અનેક અરજીઓ કરી હતી. ત્યારબાદ, તેમણે અધિક જિલ્લા કલેક્ટર સામે સામાન્ય વહીવટ વિભાગ અને CMOમાં ફરિયાદ નોંધાવી હતી અને સરકારી વાહનોના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો.
અલ્પેશ ત્રાંબડિયાએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે 25 એપ્રિલે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દર્શના ભગલાણી તરીકે આપી હતી, જેણે કથિત રીતે અપશબ્દો કહ્યા હતા અને તેના પ્રાઈવેટ પાર્ટ્સ કાપી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહિ ફરિયાદીની સાથે થયેલા અભદ્ર વર્તનનું કથિત કોલ રેકોર્ડીંગ પણ વાઈરલ થયું છે .
સૂત્રોના જણાવ્યા અનુસાર દર્શના ભગલાણી હાલમાં જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ( Darshana Bhaglani DRDA)માં ફરજ બજાવે છે. જ્યારે કેશોદના નાયબ પોલીસ અધિક્ષક બી સી ઠક્કરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, “ફરિયાદીએ સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી અને ત્યાંથી તેને પોલીસને મોકલી આપવામાં આવી હતી. અમે પ્રાથમિક તપાસ કરી અને ત્યારબાદ ફરિયાદ નોંધી.” આઈપીસી કલમ 504 (કોઈને ઈરાદાપૂર્વક તેમને ઉશ્કેરવા માટે અપમાન કરવું) અને 506 (2) (ગુનાહિત ધમકી) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube