મારા છોકરાને બ્રેનવોશ કરીને સાધુ બનાવી દઈ ટકલુ કરી નાખ્યું: સુરતમાં વાલીનો કકળાટ

swaminarayan sadhu સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્ર બિન્દુ રહેતો હોય છે. ત્યારે સુરતમાં એક સગીર વયના યુવકને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બનાવી દેવાયો હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે. દીકરો ગૂમ થયાની પોલીસમાં અરજી આપ્યા બાદ આજે પરિવારના(swaminarayan sadhu) સભ્યો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રેઈનવોશ કરીને સાધુ બનાવી દેવાયો છે.પરિવારજનો હાલ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે.

દીકરાનું બ્રેઇવૉશ કરવામાં પરિવારે લગાવ્યા આરોપ
સુરતમાં સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. મળતી જાણકારી અનુસાર, સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર બળજબરીપૂર્વક સગીરને સાધુ બનાવ્યાનો આરોપ તેના પિતા અને કાકા દ્વારા લગાવવામાં આવ્યો છે. પરિવારજનોએ પોતાનો પુત્ર 14 એપ્રિલ 2024ના ગુમ થયાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીર નાના વરાછાની તપોવન સ્કૂલમા અભ્યાસ કરતો હતો ત્યારબાદ પુત્રનું બ્રેઈનવોશ કરી છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો. ગત 14 એપ્રિલ 2024 ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગૂમ થયાની ફરિયાદ લખાવવામાં આવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે, પણ આપતા નથી. દીકરાનું બ્રેઈનવોશ કરી દેવામાં આવ્યું છે. એ તારા પિતા નથી. તારે તેની સાથે જવાનું નથી તેવું કહી દેવામાં આવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યાં છે.

એક વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા હતા
મહત્વપૂર્ણ છે કે, એક વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. મંદિર ખાતે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પુત્રને પરત આપવાની સગીરના પિતાએ માંગ કરી હતી. સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ગીરગઢડાના સમઢિયાળામાં ગુરૂકુળ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો.

બાળકના પિતાએ ગુરૂકુળના જનાર્દન સ્વામી પર બ્રેઇન વોશ કર્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે જનાર્દન સ્વામીએ બ્રેઈન વોશની વાતને નકારી કાઢી હતી. જનાર્દન સ્વામીએ કહ્યું કે સાધુ બનવા પણ 10 વર્ષનો સમય જોઇએ છે. માતા-પિતાની મરજી વિના સાધુ બનાવતા નથી. બાળકનો પરિવારજનો સાથે સમાધાન થયાનો સ્વામીએ દાવો કર્યો હતો.ગીર સોમનાથના ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા બ્રેઇન વોશ કર્યાન આરોપ બાળકના પિતાએ લગાવ્યો હતો.

‘મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી’
પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સગીરને બળજબરીપૂર્વક સાધુ બનાવવામાં આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને અભ્યાસના બદલે સાધુ બનાવી દીધો છે. 14 એપ્રિલએ સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સગીરનો પરિવાર એક વર્ષ અગાઉ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. સગીરને હાર તિલક કરી સાધુ બનાવી દીધાનો આરોપ લગાવ્યો હતો. પુત્રને પરત આપવાની સગીરના પિતાએ માંગ કરી હતી. સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.ત્યારે આ અંગે મંદિરના સાધુએ મૌન ધારણ કર્યું હતું.કાંઈ બોલવા માટે તૈયાર થયા ન હતા.