ઉત્તરપ્રદેશ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન આવો જ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં ડોમનપુર ગામના રહેવાસી રાજેશ નિષાદ અને રાજેશ રાયદાસ બંન્ને મિત્રો શાકભાજી એક સાધનમાં ભરીને રામાદેવી શાકમાર્કેટમાં વેચવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ડમ્પરે પાછળથી આવીને ટક્કર મારી હતી.
જાણવા મળ્યું છે કે, રાજેશ નિષાદનો ભાઈ લલ્લુ અને એક મિત્ર શિવકુમાર પણ આ સાધનમાં બેસેલા હતા. ત્યારે સવારે ૫ વાગે અચાનક ડમ્પરે પાછળથી આવીને તેમના સાધનને ટક્કર મારી દીધી હતી અને તેથી આ ચારેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ બન્યા બાદ પોલીસને પણ માહિતી મળી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબોએ રાજેશ નિષાદ અને રાજેશ રાયદાસને મૃત જાહેર કર્યા હતા. બાકીના બે લોકોને ઘણી ઈજાઓ પહોંચી હતી.
રાજેશ રાયદાસના ભાઈના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા અને આ અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા છે. આ અંગે બંનેના પરિવારને જાણ થતા તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આ અકસ્માતથી બંનેનાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.