ગામડાના દેશી છોકરાએ વિદેશની ગોરીને એવી પઢાવી કે આજે ભેંસો દોહતા જરા પણ ખચકાટ નથી અનુભવતી

Published on: 1:32 pm, Fri, 18 June 21

પ્રેમની કોઈ સીમા નથી હોતી પ્રેમ તો ફક્ત થઇ જાય છે. બે પ્રેમી પંખીડાઓ એક બીજા સાથે કઈ પણ કરવા તૈયાર હોય છે. ત્યારે તે બંને સંસ્કૃતિ અને તેમની પરંપરા તથા વિચારધારાને પણ અપનાવી લે છે. આવી જ એક પ્રેમી પંખીડાઓની ઘટના હરિયાણાથી સામે આવી છે.

હરિયાણામાં રહેતા એક દેશી છોકરાને અમેરિકાની છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે. ત્યારે છોકરી બિન્દાસ લાઈફ અને અમેરિકાને છોડીને લગ્ન કરવા માટે ભારત આવી ચુકી છે અને તેમણે ગામડાની વિચારધારા, સંસ્કૃતિ અને તેમની પરંપરાને પણ અપનાવી લીધી છે.

આ અમેરિકન છોકરી નું નામ અસ્લીન છે. જ્યારે દેશી છોકરા નું નામ અમિત છે. બંને પ્રેમી પંખીડાઓ પર્યાવરણપ્રેમી છે. બંને પ્રેમી પંખીડાઓની મુલાકાત 2018માં સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. એક વર્ષ સુધી એકબીજા સાથે પ્રેમની વાતો કર્યા બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને બંને પ્રેમી પંખીડાઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

અમિતને અમેરિકાના વિઝા મળવા ખૂબ જ મુશ્કેલ હતા તે માટે અસ્લીને પોતાની વિઝાની પ્રોસેસ પૂરી કરી અને અમેરિકાથી ભારત આવી ગઈ.

અમિત પોતાની પ્રેમિકા અસ્લિને લઈને ઘરે પહોંચ્યો ત્યારે સમગ્ર ગામ પ્રેમી પંખીડા ને જોવા માટે આવી પહોંચ્યું હતું. અસ્લીનનાં માતા અને પિતા બંને ખુબ જ ખુશ છે. જ્યારે બીજીબાજુ અમિત ના ઘરે વિદેશી વહુ આવતા તેમના માતા-પિતા પણ ખૂબ જ ઉત્સાહમાં અને ખુશીમા છે.

અસ્લીન પણ થોડા સમય સુધી ગામડામાં રહેવા લાગી ત્યાં તો ગામડાની સંસ્કૃતિ, રીતિરિવાજો, પરંપરા, વિચારધારા આવવા લાગી. તે ભેંસોને દોહતા જરા પણ ખચકાટ અનુભવતી નથી. હરિયાણામાં રહેતા દેશી છોકરાએ વિદેશી ગોરી ને પણ દેશી બનાવી દીધી. આ પરથી કહી શકાય કે પ્રેમ પ્રેમી પંખીડાઓને કઈ પણ કરાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.