અંબાજી મંદિર બન્યું ગુજરાતનું એવું મંદિર જેને મળ્યું આ ખાસ પ્રમાણપત્ર

દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓને માટે મા-ભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર એટલે ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ એવું અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું…

દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓને માટે મા-ભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર એટલે ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ એવું અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બની ચુક્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ISO 9001 : 2015 સર્ટિફિકેટ યાત્રાધામને વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને શ્રીમતી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સહિત બનાસકાંઠાનાં કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરીને આ ગૌરવની સિદ્ધિ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

આદ્યશકિત પીઠ અંબાજી મંદિરને આ પ્રમાણપત્રની માટે પસંદગી કરવામાં આવ્યું, તેમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી લેવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગુંબજ પરની સુવિધાઓ તેમજ પ્રસાદ તથા બીજી ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલનની સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન એટલે કે ISO એ UK બેઈઝ્ડ એક સંગઠન છે, અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનને આધારે ISO સર્ટિફિકેશન માટેની પસંદગી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતના આ આદ્યશકિત પીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે આ ISO 9001 : 2015 સર્ટિફિકેશનની માટે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેના પ્રેરણા માર્ગદર્શનમાં જે રજૂઆત કરી હતી. તેની ફલશ્રુતિએ ISO ના માનદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળતા નિવડતાં આ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે.

આ સર્ટિફિકેટની માન્યતા ૩ વર્ષ સુધીની જ હોય છે. એટલું જ નહીં, પરંતુ દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ કરવામા આવતી હોય છે.

આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ ISO 9001 : 2015 સર્ટિફિકેટ અંબાજી યાત્રાધામમાં આવતા યાત્રિકોની પૂજા, યજ્ઞ, પાર્કિંગ, દાન-ભંડોળ, તાત્કાલિક તબીબી સેવાઓની ઉપલબ્ધિ, પ્રસાદની વ્યવસ્થા, નિવાસ સુવિધા વગેરે બાબતોની જાણકારી માટે ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટિફિક એપ્રોચ સાથેના CCTV સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર વ્યૂહાત્મક સુરક્ષા નિગરાની તથા સુરક્ષિત અને હાઇજેનીક,આરોગ્યપ્રદ ખોરાક-ભોજન પ્રસાદ જેવી ઘણી સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *