Adipurush Trailer Release: રીલીઝ થયું ‘આદિપુરુષ’ નું ધમાકેદાર ટ્રેલર- જોઇને રુવાડા બેઠા થઇ જશે

Adipurush Trailer Release: રામ રામ રામ…ના ગુંજ સાથે એ ક્ષણ આવી ગઈ, જેની ફિલ્મપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાહુબલી (Baahubali) એક્ટર પ્રભાસ (Actor Prabhas)…

Adipurush Trailer Release: રામ રામ રામ…ના ગુંજ સાથે એ ક્ષણ આવી ગઈ, જેની ફિલ્મપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાહુબલી (Baahubali) એક્ટર પ્રભાસ (Actor Prabhas) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર (Adipurush Trailer) રિલીઝ થઈ ગયું છે. રામકથા (Rama Katha) પર આધારિત ડિરેક્ટર ઓમ રાઉત (Om Raut) ની આ બિગ બજેટ ફિલ્મ 16 જૂને રિલીઝ થશે. જેમાં પ્રભાસ-રામ, કૃતિ સેનન-સીતા, સની સિંહ-લક્ષ્મણ અને સૈફ અલી ખાન-રાવણની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આદિપુરુષનું ટ્રેલર રિલીઝ

આદિપુરુષ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. હિન્દી સિવાય બીજી ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં વત્સલ સેઠ પણ મહત્વના રોલમાં જોવા મળશે. દેવદત્ત નાગે હનુમાનનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે પ્રભાસ અને કૃતિની જોડી બની હોય. તેમની તાજેતરની જોડી ટૂંક સમયમાં મોટી સ્ક્રીન પર જોવા મળશે. બંને એકસાથે ખુબ સારા દેખાઈ રહ્યા છે, તેથી જ મીડિયામાં તેમના લિંકઅપના અહેવાલો આવી રહ્યા છે, જોકે પ્રભાસ-કૃતિ બંનેએ અફેરના સમાચારોને નકારી કાઢ્યા છે.

જ્યારથી આદિપુરુષનું પોસ્ટર સામે આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. સૌથી પહેલા ફિલ્મના પોસ્ટરને લઈને હોબાળો થયો હતો. તેને કોપી કહેવામાં આવ્યું હતું. એનિમેશન સ્ટુડિયો વાનર સેના સ્ટુડિયોએ આદિપુરુષની ટીમ પર તેમના કામની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીઝર રિલીઝ થયા બાદ લોકોએ ફિલ્મના VFXની નબળી ગુણવત્તાની ટીકા કરી હતી. ઘણા મીમ્સ ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. લોકોના નબળા પ્રતિસાદ પછી, નિર્માતાઓને VFX પર ફરીથી કામ કરવાની ફરજ પડી હતી.

જેના કારણે ફિલ્મની રીલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ જે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી તે હવે જૂનમાં રિલીઝ થશે. ટીઝર જોયા બાદ મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ હિન્દુઓની ભાવનાઓને ભડકાવે છે. રામજીની છબી કલંકિત થઈ રહી છે. રામાયણના તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ. તેણે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી. બીજી તરફ સૈફ અલી ખાનનો રાવણનો લુક પણ ઘણો ટ્રોલ થયો હતો.

આદિપુરુષ પ્રભાસ માટે હિટ જ હોવી જોઈએ

પ્રભાસની બાહુબલી 2 પછી કોઈ ફિલ્મે ખાસ કામ કર્યું નથી. સાહો, રાધેશ્યામને ખરાબ રીતે બોક્સ ઓફીસ પર પછડાઈ હતી. આવી સ્થિતિમાં, આદિપુરુષ હિટ બનવું પ્રભાસની કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફિલ્મનું બોક્સ ઓફિસ પરિણામ તેના આગામી પ્રોજેક્ટ પર પણ અસર કરશે. અભિનેતાની આગામી ફિલ્મોમાં સાલાર, પ્રોજેક્ટ કે અને રાજા ડીલક્સનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *