‘હું તને 30 એપ્રિલે મારી નાખીશ…’ ભાઈજાનને આવ્યો કોલ- ધમકી આપનાર બીજું કોઈ પણ પણ, માત્ર 16 વર્ષનો…

Salman Khan Death Threat: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગની ધમકીઓ…

Salman Khan Death Threat: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાનને સોમવારે રાત્રે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેને રાજસ્થાનના જોધપુરથી ‘રોકી ભાઈ’નો ફોન આવ્યો હતો. હવે આ કેસમાં મુંબઈ પોલીસે(Mumbai Police) એક સગીરને કસ્ટડીમાં લીધો છે. અહેવાલો અનુસાર, આ કોલ રાજસ્થાનના શાહપુરના એક 16 વર્ષના છોકરાએ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, પોલીસે સગીરને શાહપુરથી કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ માટે તેને મુંબઈ લાવી રહી છે. પરંતુ ફોન શા માટે કરવામાં આવ્યો હતો તે જાણવા તેની પૂછપરછ કરવામાં આવશે.

ANIના અહેવાલમાં મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગઈ કાલે કંટ્રોલ રૂમને એક કૉલ આવ્યો હતો, જેમાં રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ 30 એપ્રિલે અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. એવું કહેવાય છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક સગીર છોકરાને કસ્ટડીમાં લીધો છે. તેને થાણેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસ નોંધ્યા બાદ સગીર છોકરાની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને જાનથી મારી નાખવાની સતત ધમકીઓને કારણે તેની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી. આ પહેલા સલમાન ખાનને થોડા અઠવાડિયા પહેલા ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં જ તેણે નિશાન કંપની પાસેથી બુલેટપ્રૂફ ક્ષમતાવાળી 7 સીટર SUV ખરીદી છે.

ગયા વર્ષે મે મહિનામાં પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કથિત રીતે સામેલ કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના ઈમેલ દ્વારા સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત મુંબઈ પોલીસે ગોલ્ડી બ્રાર અને રોહિત બ્રાર વિરુદ્ધ પણ અભિનેતાને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો.

સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાન હવે પોતાની બુલેટપ્રૂફ કારમાં ફરે છે. સોમવારે સાંજે, તે તેની બુલેટપ્રૂફ કારમાં મુંબઈના જુહુમાં એક થિયેટરમાં તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના ટ્રેલર લોન્ચ માટે પહોંચ્યો હતો. સલમાન ખાને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ પર પ્રતિક્રિયા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *