ISRO ને મળી વધુ એક મોટી સફળતા: આદિત્ય L1 એ લગાવી લાંબી છલાંગ- પૃથ્વીની ત્રીજી પ્રદક્ષિણા કરી પૂર્ણ

Solar Mission Aditya L1: ISROના સોલાર મિશન આદિત્ય L1એ પૃથ્વીની કક્ષાનું ત્રીજુ ચક્કર પૂર્ણ કરી લીધું છે. ત્રીજુ ચક્કર પૂર્ણ કર્યા પછી હવે આદિત્ય L1 296x 71,767 કિલોમીટરની અંડાકાર કક્ષામાં(Solar Mission Aditya L1) ચક્કર પૂર્ણ કરી રહ્યું છે. ISROનું સોલર યાન પૃથ્વીથી સૌથી નજીક 296 કિલોમીટર અને સૌથી વધુ દૂર 71,767 કિલોમીટરના અંતરે પોહચી ચુક્યું છે.

ISROએ આજે એક્સ હેન્ડલ પર આ બાબતે જાણકારી આપી દીધી છે. ‘રવિવારે 2:30 વાગ્યે ઓપરેશન પૂર્ણ થયું. આ ઓપરેશન દરમિયાન મોરિશસ, બેંગ્લોર, SDSC- શાર (શ્રીહરિકોટા) અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહને ટ્રેક કરી રહ્યા છે.’

ISRO અનુસાર આદિત્ય L1ને 15 સપ્ટેમ્બરના રોજ સવારે 2 વાગ્યે ચોથી કક્ષામાં મોકલી દેવામાં આવશે. ત્યારપછી આદિત્ય L1એ ફરી એકવાર કક્ષા બદલવી પડશે. ત્યારપછી ઉપગ્રહ ટ્રાંસ-લૈંગ્રેજિયન1 કક્ષામાં મોકલવામાં આવશે. આદિત્ય L1 18 સપ્ટેમ્બરના રોજ ધરતીના સ્ફેર ઓફ ઈન્ફ્લુઅન્સથી બહાર જતું રહેશે, જેને ધરતીનો એક્ઝિટ પોઈન્ટ કહેવામાં આવે છે, ત્યારપછી ધરતીના ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ જશે.

સ્ફેયર ઓફ ઈન્ફ્લુઅન્સમાંથી બહાર નીકળ્યા પછી હવે તે ક્રૂઝ ફેઝની શરૂઆત થશે. જ્યાંથી આદિત્ય L1 લૈંગ્રેજ પોઈન્ટ તરફ આગળ વધશે, ત્યારપછી આદિત્ય L1 ઓર્બિટ તરફ આગળ જશે. જ્યાં કેટલાક મૈન્યૂવર પછી ઉપગ્રહ L1ની કક્ષામાં એન્ટર થઈ જશે.

આદિત્ય L1એ સેલ્ફી લીધી
આદિત્ય L1એ એક સેલ્ફી પણ લીધી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. જેમાં તેના પેલોડ્સ જોવા મળી રહ્યા હાત, ઉપરાંત એક ફોટોમાં ઉપગ્રહે પૃથ્વી અને ચંદ્ર સાથે પણ એક ફોટો લીધો હતો.

આદિત્ય L1 શા માટે મોકલવામાં આવ્યું?
સૂર્યના વાતાવરણમાંથી બહાર નીકળીને અંતરિક્ષમાં ફેલાતા કોરોનલ માસ ઈજેક્શન અને સૌર તોફાનોમાં અનેક પ્રકારના રેડિયોએક્ટિવ તત્વ આવેલા હોય છે. જે પૃથ્વી માટે ખુબ નુકસાનકારક છે. સૌર તોફાન અને કોરોનલ માસ ઈજેક્શનને કારણે પૃથ્વીની બહાર વાયુમંડળમાં ફરતી સેટેલાઈટમાં ખરાબી પણ આવી શકે છે.

કોરોનલ માસ ઈજેક્શન અને સૌર તોફાન ધરતીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે પૃથ્વી પર શોર્ટ વેબ કમ્યૂનિકેશન, મોબાઈલ સિગ્નલ, ઈલેક્ટ્રિક પાવર ગ્રિડ સિસ્ટમ સંપૂર્ણ પણ ઠપ્પ થવાની સંભાવનાઓ પણ આવી શકે છે. જેથી ISRO સૂર્ય વિશે જાણવા માંગે છે. આદિત્ય L1ની મદદથી પૃથ્વીને સૂર્યના પ્રકોપથી મદદ મળશે અને સૂર્ય તરફ આવતા સૌર તોફાન અથવા કોરોનલ માસ ઈજેક્શનની જાણકારી પણ મળતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *