દિલ્હીની સુરક્ષા પર સવાલ: જાહેર રોડ પર ધોળે દિવસે લૂંટ, વિડીયો જોઇને લાગશે ફિલ્મ છે કે શું?

Delhi Pragati Maidan Viral Video: દિલ્હીમાં લૂંટ (Robbery in Delhi)નો એક સીસીટીવી (CCTV)સામે આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા…

Delhi Pragati Maidan Viral Video: દિલ્હીમાં લૂંટ (Robbery in Delhi)નો એક સીસીટીવી (CCTV)સામે આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. આ સીસીટીવી પ્રગતિ મેદાન ટનલ (Delhi Pragati Maidan Tunnel)નો છે. બાઇક પર સવાર બે બદમાશોએ એક કારને ઘેરી લીધી અને પછી લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના 24 જૂનની છે. પટેલ સાજન કુમાર, જેઓ ઓમિયા એન્ટરપ્રાઈઝ, ચાંદની ચોક ખાતે ડીલીવરી એજન્ટ તરીકે કામ કરે છે. તેણે આ અંગે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું કે તે તેના મિત્ર જીગર પટેલ સાથે ડિલિવરી કરવા ગુડગાંવ જઈ રહ્યો હતો. તેની પાસે એક થેલી હતી જેમાં રોકડ હતી.

સાજન કુમને લાલ કિલ્લાથી ઓલા કેબ ભાડે કરી અને રિંગ રોડ પર ગુડગાંવ જવાના રસ્તે, જ્યારે તે ટનલમાં પ્રવેશ્યો, ત્યારે બે મોટરસાઇકલ પર આવેલા 4 માણસોએ કેબને રોકી અને તેની બેગ લૂંટી લીધી. તેમાં લગભગ 2 લાખ રૂપિયા હતા. બદમાશો પાસે બંદૂકો હતી, આ સંબંધમાં પોલીસે કલમ 397/34 આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધી છે.

પટેલ સાજન કુમાર નામનો વ્યક્તિ ઓમિયા એન્ટરપ્રાઈઝ, ચાંદની ચોક ખાતે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. 24 જૂને તે તેના એક સાથી જીગર પટેલ સાથે ચાંદની ચોકથી ગુરુગ્રામ જવા નીકળ્યો હતો. તેની પાસે પૈસા ભરેલી બેગ હતી જે તેણે ત્યાં કોઈને આપવાની હતી. બંનેએ લાલ કિલ્લાથી ઓલા કેબ બુક કરી અને રીંગ રોડ પર ગુડગાંવ જતા તેઓ પ્રગતિ મેદાન ટનલમાં પ્રવેશ્યા. ત્યારે જ બે મોટરસાઇકલ પર સવાર 4 બદમાશોએ બંદૂકની અણીએ કેબ રોકી અને બેગ લૂંટી લીધી. જેમાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *