70 વર્ષની ઉમરના વૃદ્ધ બાલકૃષ્ણ પંડ્યાએ અલગ જ માટીના માનવી છે. તેમણે 61 વર્ષની ઉંમરે ગુજરાત યુનિવર્સિટીમાં FY B.A.માં વિદ્યાર્થી તરીકે દાખલ થઇ બાલકૃષ્ણ પંડ્યા એ M.A. પૂર્ણ કર્યું અને ત્યાર બાદ 70 વર્ષની વયે વેદ વ્યાકરણમાં PHDની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ મેળવવા માટે કોઈ ઉંમર નથી હોતી. તે બાલકૃષ્ણ પંડ્યા એ સાચું સાબિત કર્યું.
બાલકૃષ્ણ પંડ્યાએ B.A., M.A.ના કુલ દશ સેમિસ્ટરમાંથી 6 સેમિસ્ટરમાં ગુજરાત યુનિવર્સટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અને બાકીના 4 સેમિસ્ટરમાં 2 અને 3 નંબર મેળવ્યો છે. અને મુખ્ય વાત એ છે કે, બાલકૃષ્ણ પંડ્યાને PHD શિક્ષા આપનાર ડો. કમલેશ ચોકસીએ 58 વર્ષની ઉંમરના છે. જ્યારે વિદ્યાર્થી બાલકૃષ્ણ પંડ્યા 70 વર્ષની ઉંમરના છે.
વિરમગામના ચુવાળ ડાંગરવાના રહેણાંક બાલકૃષ્ણ પંડ્યાએ સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાં MSC (ઓર્ગેનિક કેમિસ્ટ્રી)ની પદવી મેળવી. ત્યાર બાદથી કેટલ ફૂડનો ધંધો ચાલુ કર્યો, પણ બાલકૃષ્ણ પંડ્યાના પિતા હરિશંકર પંડ્યા સંસ્કૃતના પંડિત હોવાથી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા બાલકૃષ્ણ પંડ્યાએ 2011માં H.K. આર્ટસ કોલેજમા FY B.A.માં એડમિશન લીધું. ત્યાર બાદ B.A.ની પદવી મેળવ્યા પછી ભાષા સાહિત્ય ભવનમાં M.A.ની પદવી 2015 ના વર્ષમાં મેળવી.
બાલકૃષ્ણ પંડ્યાની નિવૃત્તિની ઉંમરે કોલેજમાં પ્રવેશ લેવાની અભૂતપૂર્વ ઘટના
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા માનવામાં આવે છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં જિંદગીના છ દાયકા પછી રેગ્યુલર વિદ્યાર્થી રીતે અભ્યાસની શરૂઆત કરી B.A., M.A.ની પદવી યુનિવર્સિટી ટોપર્સ તરીકે મેળવી હોય તેવાં બાલકૃષ્ણ પંડ્યા પ્રથમ વિદ્યાર્થી છે. ત્યાર બાદ રેગ્યુલર વિદ્યાર્થી રીતે PHDની પદવી મેળવી હોય તેવી આ અભૂતપૂર્વ ઘટના છે.
શિવ આરાધના માટે સંશોધન
સંસ્કૃત વિભાગના શિક્ષા આપનાર ડો. કમલેશ ચોકસીએ કહ્યું છે કે, PHD પણ વેદ- વ્યાકરણ જેવા વિષયમાં ભગવાન શિવની આરાધના માટેની પ્રસિદ્ધ રુદ્રી(રુદ્રાષ્ટાધ્યાયી)એટલે કે, રુદ્રીના ઉચ્ચારણની વૈદિક પદ્ધતિ અંગે ઉંડાણપૂર્વક સંશોધન કર્યુ છે. બાલકૃષ્ણ પંડ્યાએ દેશ વિદેશ (બ્રિટિશ લાઈબ્રેરી,લંડન) ની બધી જ લાઈબ્રેરીનો ઉપયોગ પણ કર્યો છે.
બાલકૃષ્ણ પંડ્યાએ આ બધી પદવી પિતાને અર્પણ કરી છે.
PHD ડૉ. બાલકૃષ્ણ પંડ્યાએ કહ્યું છે કે, મારા પિતા હરિશંકર પંડ્યા બનારસમાં બિરલા રાયપુર સંસ્કૃત પાઠશાળામાં શિક્ષક બન્યા હતા. હરિશંકર પંડ્યા શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈની L.D. ઈન્ડોલોજી સંસ્થામાં રિસર્ચ સ્કોલરની સેવા આપી હતી. જેના લીધે બાલકૃષ્ણ પંડ્યા સંસ્કૃભાષા પ્રત્યે પ્રેમ હતો. તેથી તેઓ સંસ્કૃત ભાષામાં B.A., M.A., PHDની પદવી મેળવી છે જે બાલકૃષ્ણ પંડ્યાએ તેના પિતા હરિશંકર પંડ્યાને શ્રદ્ધાંજલિ રૂપે આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en