સુરત પોલીસ કમિશ્નર નિવૃત્ત થયા પહેલા સુરતના ભૂમાફિયા ઘનશ્યામ ભગત જમરાળાને જેલ પહોંચાડશે

સુરતમાં ભુમાફિયા ની છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા (Ghanshyam Bhagat Sutariya) ને સુરત પોલીસ કમિશનર અજય તોમર…

સુરતમાં ભુમાફિયા ની છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા (Ghanshyam Bhagat Sutariya) ને સુરત પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્તિ પહેલા જેલ પહોંચાડીને જ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. ગતરોજ મોડી રાત્રે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સુતરીયા પરિવાર પર વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વધુ એક ગુનામાં મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી સામે આવી છે. સિંગણપુર પોલીસે તાત્કાલિક ઘનશ્યામ ભગત ઉર્ફે જમરાળા ના નજીકના સગા ની નિલેશ મોરડિયાની ( Nilesh Moradiya પાટી) ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘનશ્યામ ભગત તેની પત્ની રસીલા અને પુત્ર જીગ્નેશ સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ઘનશ્યામ ભગત ઉપર પ્રથમ ફરિયાદ થયા બાદ ઉપરાઉપરી ફરિયાદો સામે આવી હતી. જેમાં ઘનશ્યામ ભગત પોતાની શકુની ચાલથી ઘણા લોકોની જમીન પચાવી પાડી છે. ત્યારે પ્રથમ ફરિયાદ દાખલ થઈ તે ફરિયાદીના વિદ્વાન વકીલ પાર્થ લખાણી અને ચંદ્રેશ પીપળીયા (Adv Parth Lakhani and Adv Chandresh Pipaliya) પાસે ફરિયાદીઓની લાઈન લાગી હતી. આ અંતર્ગત વિદ્વાન વકીલ પાર્થ લખાણી અને ચંદ્રેશ પીપળીયા મારફતે ઘનશ્યામ ભગત અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદી તરફે પોલીસને તપાસ માટે અરજી કરવામાં આવી હતી. જેના કારણે ઘનશ્યામ સુતરીયા અને તેની પત્ની તેમજ દીકરા વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ કરવામાં સફળતા હાથ લાગી છે અને ફરિયાદીઓને ન્યાય મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.

પોતાને હજારો કરોડનો આસામી ગણાવતો ઘનશ્યામ ભગત અને તેનો દીકરો જીગ્નેશ, પત્ની રસીલા કતારગામના સૌથી મોટો જમીન ખાતેદાર છે. ત્યારે તેના જુના કિસ્સાઓ સામે આવતા સોશિયલ મીડિયામાં લોકો ઘનશ્યામ ભગતને ઠગભગત ગણાવી રહ્યા છે. કતારગામમાં રીયલ એસ્ટેટ બીઝનેસ સાથે જોડાયેલા બિલ્ડરો પણ જણાવી રહ્યા છે કે ઘનશ્યામ ભગતનું કામ હોય એટલે લોચા વાળું જ હોય. પૈસાના જોરે ઉછળતા કુદતા ઘનશ્યામ ભગત અને તેના પરિવારજનમ પત્ની રસીલા અને દીકરા જીગ્નેશ ને સુરત પોલીસ કમિશનરે જેલ મોકલવાની નેમ લીધી હોય તેવી રીતે કાયદાનો સકંજો કસ્યો છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ઘનશ્યામ ભગત અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલા આ તમામ ગુનાઓની તપાસ એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમ) મારફતે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. નિવૃત્તિ પહેલા સુરત પોલીસ કમિશનર અજય તોમરે કાયદાનો દંડો પછાડ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. ત્રણ ત્રણ પોલીસ ફરિયાદોનો સામનો કરી રહેલો ઘનશ્યામ ભગત અને તેનો પરિવાર હાલ તો ભાગેડું બનીને આગોતરા જામીન મેળવવાના પ્રયાસ કરી રહ્યો છે.