BIG BREAKING: સુરતની સચિન GIDC માં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ- 24 કામદારો દાઝ્યા

Surat Fire Latest News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી…

Surat Fire Latest News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતા ફાયરની ત્રણથી વધુ ગાડી પણ ઘટના સ્થળે દોડી આવી છે. ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવાનો (Surat Fire Latest News) ઘણા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગમાં 24 કામદારો દાઝ્યા છે. જેને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે 2 વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી. તેથી કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ઉઠી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. રાતથી ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ફેક્ટરીમાં અફરાતફરી મચી
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. એથર ઇન્ડસ્ટ્રીમાં ગંભીર કેમિકલો તૈયાર કરવામાં આવે છે. કંપનીની જે સ્ટોરેજ ટેન્ક હતી તેમાં જ બ્લાસ્ટ થયો હતો. આથી અફરાતફરી મચી ઉઠી હતી. ફેક્ટરીમાં કામ કરતા કામદારો ફેક્ટરીની બહાર દોડવાનું શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ પણ તરત જ ઘટનાસ્થળ દોડી આવ્યું હતું.

કેમિકલની સ્ટોરેજ ટેન્ક લીકેજ હતી
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું છે કે, એથર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં કેમિકલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ જાણવા મળ્યું છે તે અનુસાર સ્ટોરેજ ટેન્કમાં લીકેજ હોવાના કારણે આગ લાગી છે. અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા છે, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હવે કુલિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *