હાઈટેન્શન લાઇન મહામૂલી જમીનમાંથી પસાર ન થવા દેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Surat News: કામરેજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતો તેમજ પ્રાંત અધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ કરેલા સવાલોનો મીટીંગમાં હાજર પાવર ગ્રીડ કંપનીના અધિકારી સંતોષ કારક જવાબ આપી ન શકતા ખેડૂતો રોષે ભરાયા હતા. અસરગ્રસ્ત તમામ ખેડુતોની(Surat News) એક જ માંગ રહી છે કોઇ પણ ભોગે મહાકાય ટ્રાન્સમીશન લાઇન પોતાની ફળદુપ જમીન માંથી પસાર નહી થવા દેવાય.

મળતી માહિતી અનુસાર કામરેજ પ્રાંત મથકે યોજાયેલી 765 કે.વી વીજ લાઈનના અસરગ્રસ્ત ખેડૂતોએ કરેલા સવાલોનો મીટીંગમાં હાજર પાવર ગ્રીડ કંપનીના અધિકારી સંતોષ કારક જવાબ આપી શક્યા ના હતા. સરકાર દ્વારા બહાર પડી ચૂકેલા જાહેરનામાં મુજબ કચ્છના ખાવડાથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી 765 કે.વી વીજ ટ્રાન્સમીશન લાઇન ખેડૂતોની જમીનમાંથી પસાર થનાર છે.

અસરગ્રસ્ત તમામ ખેડુતોની એક જ માંગ રહી છે કોઇ પણ ભોગે મહાકાય ટ્રાન્સમીશન લાઇન પોતાની ફળદુપ જમીન માંથી પસાર નહી થવા દેવાય. કામરેજ તાલુકાના અસરગ્રસ્ત ગામો વાળા કેટલાક ખેડૂતોને પોલીસ દ્રારા ટેલીફોનીક જાણ કરતા કામરેજ પ્રાંત કચેરી ખાતે મીટીંગ રાખવામાં આવી હતી.

કામરેજ પ્રાંત વી.કે પીપળીયા,મામલતદાર રશ્મિન ઠાકોર,કામરેજ પી.આઇ એ.ડી ચાવડા સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ તેમજ પાવર ગ્રીડ અધિકારી એસ.આર રાવની ખાસ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.અસર ગ્રસ્ત ખેડુતોએ એક જ સૂર વ્યક્ત કર્યો હતો કોઇ પણ હિસાબે ટ્રાન્સમીશન લાઇન નાંખવા માટે મંજૂર નથી.રજૂઆતને પગલે મિટીંગમાં હાજર કામરેજ પ્રાંત અધિકારી અને પી.આઇ દ્વારા ખેડૂતોને સાનુકૂળ પ્રતિસાદ સાંપડયો હતો.