અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરત પ્રાંતમાં ગવર્નરની ઓફિસની બહાર ગુરુવારે લગભગ 50 કરતા પણ વધારે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માંગ છે કે નવી સરકારમાં મહિલા અધિકારોના રક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. રેલીના આયોજક ફ્રિબા કાબરજાનીએ જણાવ્યું હતું કે, નવી સરકારમાં મહિલાઓને રાજકીય ભાગીદારી મળવી જોઈએ. જેમાં ‘લોયા જિરગા’ અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે અફઘાન મહિલાઓએ છેલ્લા 20 વર્ષોમાં આજે જે છે તે હાંસલ કરવા માટે ઘણા બલિદાન આપ્યા છે. કાબરજાનીએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે દુનિયા આપણું સાંભળે અને અમે અમારા અધિકારોની રક્ષા કરવા માંગીએ છીએ.’ કાબરજાનીએ કહ્યું કે, કેટલાક સ્થાનિક પરિવારોએ અન્ય મહિલાઓને રેલીમાં આવવા દીધી ન હતી.
તે જ સમયે, તાલિબાનોએ દેશની સત્તા સંભાળ્યા પછી, આ મહિલાઓ તેમની સલામતીને લઈને પણ ચિંતિત છે. વિરોધમાં જોડાયેલી અન્ય એક મહિલા મરિયમ અબ્રામ્સે કહ્યું કે, તાલિબાન ટીવી પર ઘણાં ભાષણો આપી રહ્યા છે પરંતુ જાહેરમાં તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. મહિલાઓએ કહ્યું કે, ‘અમે તેમને ફરી મહિલાઓને મારતા જોયા છે.’
વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, તેઓ ફરીથી બુરખો પહેરવા માટે તૈયાર છે, પરંતુ તે ત્યારે જ કરશે જ્યારે તેમની દીકરીઓને તાલિબાનના શાસનમાં શાળાએ જવાની મંજૂરી આપવામાં આવે. 50 જેટલી મહિલાઓએ ‘શિક્ષણ, કામ અને સુરક્ષા અમારો અધિકાર છે’ ના નારા લગાવ્યા હતા.
તેમના અગાઉના શાસનમાં તાલિબાનોએ મહિલાઓને શિક્ષણ અને રોજગારથી દૂર રાખ્યા હતા. ત્યારબાદ 2001 માં અમેરિકાએ તેમની સરકારને સત્તા પરથી દૂર કરી. તાલિબાન આવતાની સાથે જ તેઓએ પોતાના કબજાવાળા વિસ્તારોમાં જૂના નિયમોનો અમલ શરૂ કર્યો. જે અંતર્ગત મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સાથે, પુરુષ સાથી વગર ઘર છોડવા પર પણ પ્રતિબંધ છે.
તાલિબાનના નિયમો એવા છે કે, આ 20 વર્ષમાં સ્વતંત્રતા અને લોકશાહી વચ્ચે મોટી થયેલી મહિલાઓ માટે અશક્ય છે. મહિલાઓએ પ્રાચીન સિલ્ક રોડ સિટીમાં પ્રદર્શન કર્યું છે, જે ઈરાની સરહદની નજીક છે. તાલિબાન ટૂંક સમયમાં તેની નવી સરકારની જાહેરાત કરી શકે છે, જેના વિશે મહિલાઓમાં ઘણી ચિંતા છે. તેમને ડર છે કે છેલ્લા 20 વર્ષમાં તેમને મળેલા તમામ અધિકારો તેમની પાસેથી છીનવાઈ ન જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.