ભૂકંપે મચાવી ભયંકર તબાહી- 2000 લોકોના મોતથી ફફડી ઉઠ્યું અફઘાનિસ્તાન- એક બાદ એક ત્રણ આંચકાથી ધરા ધણધણી

Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ગઈકાલે આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 2000 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. આ આંકડો તાલિબાન સરકારના પ્રવક્તાએ આપ્યો છે. દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે. તાત્કાલિક મદદની અપીલ કરતાં તેમણે કહ્યું કે લગભગ છ ગામો નાશ પામ્યા છે અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે.

યુએનના માનવતાવાદી કાર્યાલયના એક અપડેટમાં જણાવાયું છે કે, 465 મકાનો નાશ પામ્યા છે અને 135ને નુકસાન થયું છે.
પાર્ટનર્સ અને સ્થાનિક અધિકારીઓનો અંદાજ છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે કારણ કે ધ્વસ્ત ઈમારતો હેઠળ કેટલાક લોકો ફસાયા હોવાના અહેવાલો વચ્ચે શોધ અને બચાવ પ્રયાસો ચાલુ છે, યુએન ઓફિસે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે હેરાત પ્રાંતમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા હતા. તાલિબાન સરકારમાં નાણા વિભાગના નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે ઘાયલો અને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તાલિબાને સ્થાનિક સંગઠનોને હેરાતના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં વહેલી તકે પહોંચવા વિનંતી કરી છે.

તાલિબાને કહ્યું છે કે, સહાય સંસ્થાઓએ શક્ય તેટલી વહેલી તકે ઘાયલોને હોસ્પિટલો પહોંચાડવા જોઈએ અને ભૂકંપને કારણે બેઘર થઈ ગયેલા લોકોને રહેવા માટે જગ્યાઓ પ્રદાન કરવી જોઈએ. તાલિબાને કહ્યું છે કે, સુરક્ષા એજન્સીઓએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરવી જોઈએ. લોકોને બહાર કાઢવા માટે ગમે તે સંસાધનોની જરૂર હોય તેનો ઉપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *