સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: માર્ગ અકસ્માતમાં 3 મિત્રોએ એક સાથે દુનિયાને કહ્યું અલવિદા, ગામમાં છવાયો માતમ

Published on Trishul News at 2:53 PM, Sun, 8 October 2023

Last modified on October 8th, 2023 at 2:54 PM

3 friends died in Uttar Pradesh accident: ઉતરપ્રદેશના ઈટાવા (Etawah)માં એક ઝડપી કાર(car) ટ્રેક્ટર(Tractor) સાથે અથડાઈને પલટી ગઈ. આ દર્દનાક માર્ગ અકસ્માત (3 friends died accident)માં કારમાં સવાર ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તે જ સમયે, એક મિત્ર હોસ્પિટલ (Hospital)માં જીવન માટે લડી રહ્યો છે. તેની હાલત હજુ પણ નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે કે ચારેય મિત્રો અન્ય મિત્રની બહેનના તિલકોત્સવ કાર્યક્રમમાં મૈનપુરી(Mainpuri) ગયા હતા. આ દરમિયાન પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

વાસ્તવમાં, આ ઘટના મૈનપુરી જિલ્લાના કરહાલ વિસ્તારની છે. ચારેય મિત્રો કાર્યક્રમ પતાવી વેગેનાર કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેની કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, વાહનની સ્પીડ ખૂબ જ ઝડપી હતી, જેના કારણે તે ટ્રેક્ટર સાથે અથડાઈને પલટી ગઈ હતી.

18 વર્ષના ધીરજ, 20 વર્ષના અંકિત અને 22 વર્ષના તેજપાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 17 વર્ષીય નીરજ ગંભીર રીતે ઘાયલ છે. તેને તાત્કાલિક સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત હજુ પણ ગંભીર છે.

તે જ સમયે, અકસ્માતની માહિતી મળતા જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ગામમાં ત્રણેય મિત્રોના મોતને પગલે સમગ્ર સરાય દયાનત ગામમાં શોકનો માહોલ છે. પોતપોતાના પુત્રો ગુમાવ્યા બાદ પરિવારજનોની હાલત કફોડી બની છે.

મળતી માહિતી મુજબ મૃતક તેજપાલના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેમને અઢી વર્ષનો એક પુત્ર પણ છે અને તે શટરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અન્ય મિત્ર ધીરજ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. તે તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો.

ત્રીજો મિત્ર અંકિત પોલિટેકનિક કરતો હતો, તે તેના બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે. સૌથી આશાસ્પદ હોવાને કારણે, તેના માતાપિતા તેને એન્જિનિયર બનાવવા માંગતા હતા, પરંતુ નસીબને કઈક બીજું જ મંજુર હતું. ગામમાં ત્રણ મિત્રોના મૃતદેહ જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ.

Be the first to comment on "સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: માર્ગ અકસ્માતમાં 3 મિત્રોએ એક સાથે દુનિયાને કહ્યું અલવિદા, ગામમાં છવાયો માતમ"

Leave a comment

Your email address will not be published.


*