16 વર્ષની છોકરીએ લીધો માતા-પિતાનાં મોતનો બદલો, 3 આતંકવાદીઓને કર્યા ઠાર

વિશ્વમાં પોતાના આતંકવાદીઓની માટે કુખ્યાત એવું અફઘાનિસ્તાનમાં એક 16 વર્ષની છોકરીએ એવો બદલો લીધો છે, કે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. અફઘાનિસ્તાનમાં આવેલ ઘોર…

વિશ્વમાં પોતાના આતંકવાદીઓની માટે કુખ્યાત એવું અફઘાનિસ્તાનમાં એક 16 વર્ષની છોકરીએ એવો બદલો લીધો છે, કે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. અફઘાનિસ્તાનમાં આવેલ ઘોર વિસ્તારમાં રહેનાર કમર ગુલે તાલિબાન આતંકવાદીઓને એવો પાઠ ભણાવ્યો કે જેનાથી તેઓ ધ્રુજી ઉઠ્યા હતાં. કમર ગુલ પોતાના માતા-પિતાની હત્યા કરનાર તાલિબાની આતંકવાદીઓની વિરુદ્ધ સિંહણ બની અને AK-47 ઉઠાવીને કુલ 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતાં.

તેનો આ બદલો આખાં વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તાલિબાન આતંકવાદીઓએ સરકારનું સમર્થન કરવા બદલ ગુલનાં ઘરમાં ઘુસીને તેના માતા-પિતાને મારી નાંખ્યા હતા, જેનો ગુલે સંપૂર્ણ બદલો લીધો હતો. ગામ પર કુલ 40 થી પણ વધુ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે, કે 17 જુલાઈની રાતનાં 1 વાગ્યે અફઘાનિસ્તાનનાં ઘોર પ્રાંતમાં ગયાં અઠવાડિયે તાલિબાની આતંકવાદીઓએ ગુલનાં ઘરમાં ઘુસીને તેના માતા-પિતાને મારી નાંખ્યા હતા. ત્યારપછી કમર ગુલ બહાર નીકળીને AK-47 થી તાબડતોડ ફાયરિંગની શરૂઆત કરી દીધી હતી.

કમર ગુલની સાથે તેનો ભાઈ પણ હાજર રહ્યો હતો. લગભગ 1 કલાક સુધી ચાલેલા ગોળીબારમાં કુલ 3 આતંકવાદીઓ માર્યા ગયા હતાં. ત્યારપછી બીજા આતંકવાદીઓ પણ ગુલનાં ઘરે આવ્યા હતાં, પણ ગામવાળાનાં સહકારથી સરકારનાં સમર્થકોએ આતંકવાદીઓને ભગાડી દીધા હતાં.

અફઘાનિસ્તાનનાં સુરક્ષાદળો કમર ગુલ અને તેના ભાઈને પણ સુરક્ષિત સ્થળે લઇને ગયા છે. કમર ગુલ દ્વારા તાલિબાનીઓને જડબાતોડ જવાબ આપવાની ઘટના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેમની બહાદુરીને સલામ કરવામાં આવી રહી હતી.

આટલી નાની ઉંમરમાં કમર ગુલે જે બહાદુરીથી તાલિબાનનો સામનો કર્યો તેના માટે દરેક લોકોએ તેની હિંમતને સલામ કરે છે. આ જવાબી કાર્યવાહી પર કમર ગુલે જણાવતાં કહ્યું કે, આ મારો અધિકાર હતો, કારણ કે અમારે અમારા માતા-પિતા વિના નથી જીવવું. ગામમાં તેના સાવકા ભાઈઓની ઉપરાંત વધારે સંબંધીઓ પણ નથી.

ઉલ્લેખનીય છે, કે તાલિબાન આતંકવાદી ઘણીવાર અફઘાન સરકાર અને સુરક્ષાદળોનું સમર્થન કરનારા લોકોને મારી નાંખવામાં આવે છે. તાજેતરમાં જ કાબુલની સાથે શાંતિવાર્તા કરવાં છતા પણ તાલિબાને હુમલાઓ વધારી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *