વિદેશી યુવતીએ લગ્નમાં હિન્દી ગીત પર કર્યો દેશી ડાન્સ; જુઓ વાયરલ વિડીયો

Dance Viral Video: તમે સોશિયલ મીડિયા પર ભારતીય લગ્નોના ઘણા વીડિયો જોયા જ હશે. આ વીડિયોમાં દુલ્હનના મિત્રો પણ ડાન્સ કરતા જોવા મળે છે. આવા વિડીયો ખુબ વાયરલ થાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Dance Viral Video) થઈ રહ્યો છે, જેમાં કોરિયન છોકરીની આફ્રિકન મિત્રએ તેના લગ્નમાં કેવી રીતે ડાન્સ કર્યો તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દુલ્હનની મિત્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હિન્દી ગીત પર ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો
આ વીડિયો વાયરલ થવાનું સૌથી મોટું કારણ એ હતું કે કોરિયન યુવતીના લગ્નમાં તેનો આફ્રિકન મિત્રએ હિન્દી ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીત પર મહિલા સંપૂર્ણપણે દેશી સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે.

તેને જોઈને એવું લાગતું હતું કે  કોઈ ઇન્ડિયન છોકરી ડાન્સ કરી રહી છે. મહિલાએ ગીત પર તેના દરેક સ્ટેપને બરાબર રાખ્યા છે જે રીતે કોઈ ભારતીય છોકરી આ ગીત પર ડાન્સ કરી શકે છે.

આ વીડિયોની લોકોએ પ્રશંસા કરી
આ વીડિયોને આફ્રિકન યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં તેણે તેના ડાન્સ માટે હિન્દી ગીત પસંદ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. મહિલાએ કહ્યું કે તેણે તેના ડાન્સ માટે હિન્દી ગીતો પસંદ કર્યા કારણ કે આ સંગીત તેને આત્મવિશ્વાસ આપે છે. વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો મહિલાના ડાન્સ અને તેના દેશી આઉટફિટના વખાણ કરતા થાકતા નથી.