કહેવાય છે કે જીવન અને મૃત્યુ ભગવાન (god)ના હાથમાં છે. પૃથ્વી પરના ડૉક્ટરો (Doctor)ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે, તેઓ ઘણી વખત સારવાર દ્વારા ગંભીર રોગોથી પીડિત લોકોને પણ સાજા કરે છે. પણ આ ધરતીનો ભગવાન પણ વાસ્તવમાં મનુષ્ય છે. અને માણસથી ભૂલો થાય જ છે. ત્યારે આવી જ એક ભૂલ મેક્સિકો (Mexico)માં રહેતા ડોક્ટરોથી થઈ છે. તેમની પાસે સારવાર માટે આવેલી એક બાળકીને તેમણે મૃત જાહેર કરી હતી. પરંતુ બાળકી તેના અંતિમ સંસ્કાર સમયે જ બેઠી થઈ હતી.
આ મામલો 17 ઓગસ્ટનો છે. મેક્સિકોમાં રહેતી ત્રણ વર્ષની કેમિલિયા રોક્સાનાને પેટમાં ઈન્ફેક્શન થયું હતું. જેથી તબીબોએ સારવાર બાદ તેને મૃત જાહેર કરી હતી. પરંતુ તેને મૃત જાહેર કર્યાના બાર કલાક પછી એક ચમત્કાર થયો. જ્યારે કેમેલિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે જ તેની માતાને લાગ્યું કે તેની પુત્રી જાગી ગઈ છે. પરંતુ લોકોએ તેને ગેરસમજ ગણાવીને શબપેટી ખોલવા દીધી ન હતી. પરંતુ આખરે આ સત્ય બહાર આવ્યું. છોકરી ઊભી થઈ અને શબપેટીમાં બેઠી થઈ હતી.
હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા:
મૃત જાહેર કર્યાના 12 કલાક બાદ લોકો બાળકીના ફરીથી જીવિત થવાને ચમત્કાર માની રહ્યા છે. ઘણાના મતે તેને બીજું જીવન મળ્યું છે. આ ઘટના મેક્સિકોના સાન લુઈસ પોટોસીમાં બની હતી. પેટમાં ઈન્ફેક્શન થતાં બાળકીને સેલિનાસ ડી હિલ્ડલગો કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમના હૃદયના ધબકારા બંધ થઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ પછી માતા-પિતા રડતા રડતા પોતાની પુત્રીને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા.
માતાને વિશ્વાસ હતો:
કેમેલિયાની માતા પેટમાં ઈન્ફેક્શન બાદ તાવને કારણે મૃત્યુ થયું તે સ્વીકારવા તૈયાર ન હતી. તેણે વારંવાર બૂમો પાડવાનું શરૂ કર્યું કે તેની પુત્રી મરી નથી. પરંતુ પરિવારના સભ્યો અને ડોકટરો તેને આઘાત તરીકે સમજવા લાગ્યા. બાળકીની માતાને તેના શરીરથી દૂર રાખવામાં આવી હતી. બીજા દિવસે, જ્યારે અંતિમયાત્રા નીકળી રહી હતી, કેમેલીયાની માતાએ કહેવાનું શરૂ કર્યું કે તેનું બાળક શબપેટીમાં ધ્રૂજી રહ્યું છે. પરંતુ કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આખરે બાળકી અંદરથી રડવા લાગી અને માતાને અવાજ આપવા લાગી. ત્યારબાદ શબપેટી ખોલવામાં આવી અને અંદર રહેલી છોકરી જીવતી બહાર આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.