સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતાં ચિંતા વધી, 2006 બાદ ફરી સર્જાયા પુર જેવા દ્રશ્યો, જુઓ અહીં….

ગુજરાત (GUJARAT) માં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે અને પુર જેવા દ્રશ્યો સર્જાયા છે. 2006ના પૂર બાદ ફરી સુરતની (SURAT) શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શહેરની પાંચ ખાડીઓ પૈકીની ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે એક ખાડી ઓવરફ્લો થવા આવી છે.

આજે વહેલી સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 4 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જિલ્લાના માંગરોળમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમમાંથી પણ હાલ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરમાંથી પાણી તાપી નદીમાં ન જાય તો ભયાનક પરિસ્થિતિ થઈ શકે છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે વાત કરી વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે.

સુરતમાં ભારે વરસાદના કારણે કિનારાના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક લોકો ફસાયાના અહેવાલ બાદ ફાયર વિભાગે (Fire Department) લોકોને બચાવવાની કામગારી શરૂ કરી દીધી છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વરસાદને પગલે સુરતના રસ્તાઓ પર 15 જેટલા ઝાડ પડવાની ઘટના પણ બની છે. જેના પગલે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આ ઝાડને હટાવવાની કામગીરી ચાલી રહી છે.

વરસાદનું પાણી લોકોના ઘરમાં પણ ઘુસુ ગયું છે. કેડ સમાણા પાણી ઘરમાં જોવા મળી રહ્યા છે. હાલમાં ભારે વરસાદના કારણે ઓલપાડ-હાથીસા રોડ પર નાના વાહનોની અવરજવર બંધ થઈ છે. સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી ફાયર અને મનપા દ્વારા 80 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. માધવબાગના લોકોને ઘરોમા સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, લોકો માટે દૂધની અલગથી વ્યવસ્થા કરાઈ કરી છે. સુરત જિલ્લામાં મેઘ તાંડવ થઈ રહ્યું છે.

સુરત શહેરમાં ભારે વરસાદના કારણે બલેશ્વરમાં ખાડી છલકાતા 500 લોકો થયા બેઘર થયા છે. સણીયા હેમદ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગે બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 14 ગેટ 1.30 ફૂટ અને 5 ગેટ 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની સપાટી 332.25 ફૂટ પર પહોંચી ગઈ છે.

ખાડીની સપાટી

કાંકરા ખાડી– 6.60 મીટર પર, ભયજનક સપાટી 6.50 મીટર છે.

ભેદવાડ ખાડી-7.00 મીટર પર, ભયજનક સપાટી 6.75 મીટર છે.

મીઠી ખાડી– 8.90 મીટર પર, ભયજનક સપાટી 7.50 મીટર છે.

ભાઠેના ખાડી-7.00 મીટર, ભયજનક સપાટી 7.70 મીટર છે.

સીમાડા ખાડી– 5.50 મીટર, ભયજનક સપાટી 5.40 મીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *