આજના યુગમાં કે સમયમાં લોકો કહેછે કે મારી હવે ઉંમર થઈ ગઈ છે. મારા થી હવે ન ભણી શકાય આવું કહેનાર સમાજમાં અનેક લોકો જોવા મળશે પરંતુ ભણવા માટે કોઈ જ ઉંમર હોતી નથી. જો ભણવાની ઇચ્છા અને સાચી લગન હોય તો કોઇપણ પરિસ્થિતિમાં અને કોઈપણ ઉંમરે તમે અભ્યાસ કરી શકો છો. આ વાતનું જીવતું જાગતુ ઉદાહરણ છે
ક્લોલના સમીરભાઈ.
કલોલમાં ચિસ્તીનગર અહેમદી પાર્ક સોસાયટી સામે રહેતા એસ.બી.સૈયદ ઉર્ફે સમીરભાઈને બાળપણથી જ ભણવામાં ખૂબ જ રસ હતો. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હતી. તેમને સાતમાં ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો. 14 વર્ષની નાની ઉંમરે રેલવે સ્ટેશનમાં પાણી વેચવાનું કામ શરૂ કર્યુ હતું. ત્યારબાદ કડિયા કામ ક્યું તે પછી રીક્ષા પણ ચલાવી તે પછી જાદુગર ના શોમાં પણ કામ, પેટ્રોલ પમ્પ અને છેલ્લે આરટીઓ જેવી અનેક જગ્યાએ કામ કર્યું.
જોકે આગળ વધવાની ઈચ્છા ધરાવતા સમીર ભાઇએ 20 વર્ષ પછી 2011 માં ધોરણ 10 ની ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી. તે પછી 2013માં ધોરણ 12ની પરીક્ષા આપી. તે પછી 2016માં BA પુરૂ કરી લીઘું. તે પછી 2019 માં LLB પણ પુરૂ કરી લીઘું. આ 9 વર્ષ માં એકપણ વાર નાપાસ થયા વગર સમીરભાઈ એડવોકેટ બન્યાં. હાલમાં આ સમીરભાઈ ગાંધીનગર માં સિધ્ધઘાત લો કોલેજમાં LLM નો અભ્યાસ કરી રહ્યા છે. સમીરભાઈએ સનદ ની પરીક્ષા પણ પહેલા જ પ્રયત્ને પાસ કરી લીધી.
સમાજમાં એવા ઘણા લોકો હશે જેમની જીવનની શરૂવાત મુશ્કેલીઓથી થાય છે અને જીવનમાં ઘણો સમય કઠિન પણ આવે છે. પણ સમીરભાઈ જેવા આવા સમયમાં પણ હિંમત હારતા નથી. સમીરભાઈ લોકોને એક જ સંદેશ આપવા માગે છે કે, જીવન મા ક્યારે પણ હતાશ થવું ન જોઈએ કે જીવનમાં કયારે હિંમત ન હારવી જોઈએ. જે પરિસ્થિતિમાં જે પણ કામ મળે તે કરી લેવું જોઈએ. નાના કામ કરતા કારતા તમારા જીવનનો ગોલ ઉંચો રાખી સાચી દિશામાં મેહનત કરશો તો એક દિવસ સફળતા તમને ચોક્કસ મળશે.
જે આ વાત નો જીવતો દાખલો ક્લોલના સમીરભાઈનો છે કહેવત છે ને મન હોય તો માંડવે જવાય સમીરભાઈની આ સિદ્ધિથી સમાજમા ઘણા લોકોને પેરણા મળશે અને જે લોકો હિંમત હારી ગયા છે, તેવા લોકોને ભણવાની એક આશા જાગશે. દુનિયામાં બહુ ઓછા લોકો આવી હિંમત બતાવે છે જે ક્લોલના સમીરભાઈએ બતવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle