48 કલાક બાદ ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા; સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી

Gujarat Heavy Rain: ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચુક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે. જોકે, સોમવારના દિવસે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ(Gujarat Heavy Rain) પડ્યો હતો. જોકે, સૌથી વધારે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે આજે છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે મંગળવારે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2024, મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના નિઝરમાં માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.ત્યારે આજે સવારથી રાજ્યમાં ઘણાં ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે તે જોઇએ. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે.

બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી
ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે. માછીમારોને આગામી પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે.

8 અને 9 ઓગસ્ટનાં દિવસે ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 8 અને 9 ઓગસ્ટનાં દિવસે નવસારી, વલસડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ આગામી બે દિવસ રાજ્યનાં તમામ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.