સુરતમાં બીપરજોયના ભારે પવનને કારણે દીવાલ પડતા બે બાળકો ઈજાગ્રસ્ત

Wall collapsed in Surat News: સુરતના(Surat) ઉધના વિસ્તારમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં ગુરુવારે બપોરે મકાનના ત્રીજા માલની દિવાલનો (Surat News) એક ભાગ ભારે ભવન ના કારણે તૂટીને તેની બાજુના મકાન પર પડ્યો હતો.

જેમાં બે બાળકો એક છ વર્ષનો વંશ વિનોદ પરસે અને 3 વર્ષીય વેંદાસ વિનોદ પરસે આ બને બાળકો દબાઈ ગયા હતા. રહેવાસીઓ બંને બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને માથાના ભાગમાં ગભીર ઈજા થઈ હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 38 થી વધુ ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે . આ સાથે  સુરતના રાંદલ અને ડીંડોલી વિસ્તારના ફાયર સ્ટેશન પાસે ઈલેક્ટ્રીકના થાંભલા પડવાના પણ બનાવો બન્યા હતા.

જ્યારે રૂસ્તમપુરામાં કબીર મંદિર પાસે એક ઝૂંપડપટ્ટી પર ઝાડ પડતા ઝુપડાને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. ઝાડ પડવાના સતત કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી રસ્તા પર તૂટી પડેલા ઝાડ કાપીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કતારગામ ઝોનમાં સૌથી વધુ 10 જગ્યાએ ઝાડ પડ્યા હતા. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 3, રાંદેલ ઝોનમાં 5,અથવા ઝોનમાં 7,ઉધના ઝોનમાં 5 અને વરાછા ઝોનમાં 6 ઝાડ પડવાના બનાવ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *