સુરતના મોટા વરાછા વિસ્તારમાં- ઉતરાણ ખાતે VIP રોડ પર આવેલા એમ્પોરીસ ગેલેક્સી બિલ્ડીંગમાં ગઈ કાલને એટલે કે સોમવારે એક બાળક લિફ્ટમાં ફસાઇ ગયું હતું. આ બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. ફ્લેટમાં રહેનારાઓએ ઘણી વાર બનતી દુર્ઘટનાઓને લઈને બિલ્ડરે છેતરપિંડી કરી છે તેવા આરોપ લગાવ્યાં છે. બિલ્ડીંગની લિફ્ટની સાથે સાથે જનરેટર પણ હલકી ગુણવતાનું છે. સાથે સાથે ગટર લાઈનની યોગ્ય વ્યવસ્થા પણ નથી તો પણ ફાયરબ્રિગેડના વાહનો અંદર આવી શકે તેમ ન હોવાના આરોપ લગાવવામાં આવ્યાં છે.
બિલ્ડીંગ બનાવનાર દ્વારા મેઈન્ટનન્સના નામે કેટલાય રૂપિયા ભેગા કરી પોતાના ખિસ્સામાં નાખ્યા હતા. આ કારણે લોકોને યોગ્ય સુવિધાઓ ન મળી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સામે બિલ્ડરે કહ્યું કે, આ બધા આરોપો સાવ ખોટા છે. અમે ઉચિત વ્યવસ્થા કરી છે પરંતુ રહેનારાઓ દ્વારા સરખો ઉપયોગ થતો નથી.
આ લિફ્ટની દુર્ઘટના બીજી વાર બની છે.
એમ્પોરીસ ગેલેક્સી બિલ્ડીંગમાં રહેતા જીતેન્દ્રભાઈ બલરે કહ્યું હતું કે, ગઈ કાલે એક બાળક લિફ્ટમાં ફસાઈ ગયું. તેના લીધે તે બાળક ખુબ જ ડરી ગયું છે. આ પહેલાં એક કાકા લિફ્ટમાં જતા હતા તે સમયે લિફ્ટ પાંચમા માળેથી જોરથી નીચે ભટકાઈ હતી. જેના લીધે તે કાકાને કમરમાં દુઃખવા લાગ્યું છે. મોંઘા ફ્લેટ વહેંચ્યા પછી બિલ્ડર લિફ્ટ, લાઈટ માટે જનરેટર અને પાર્કિંગ આપવાના હતા પરંતુ તેમાંથી કઈ પણ સારી સુવિધાઓ અપાય નથી, ગટરની પણ અનુકૂળ વ્યવસ્થા આપવામાં આવી નથી. અંદરની બિલ્ડીંગમાં જો આગ લાગવા જેવી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડની ગાડી અંદર આવી શકે તેમ નથી.
ફ્લેટમાં રહેનારા લોકો પાસેથી મેઈન્ટેન્સના રૂપે 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. 88 ફ્લેટ માલિકો પાસેથી દોઢ કે બે લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. પણ યોગ્ય સુવિધા અપાવામાં આવી નથી. ઉપરાંત ધમકી આપવામાં આવે છે. ફ્લેટમાં રહેતા લોકોએ યોગ્ય સુવિધા ન મળતા લાઈટ બિલ ન ભર્યું નહિ જેના લીધે 88 ફ્લેટની લાઈટ કપાય તેવા દિવસો અને કચરો ન લઇ જવાથી કચરાનાં ઢગલા સર્જાય તેવા દિવસો આવ્યાં છે. ફ્લેટ ખરીદનાર લોકો સાથે કરવામાં આવેલી છેતરપિંડી અંગે પાલિકા અને રેરામાં ફરિયાદ કરવામાં આવી છે. અને આ લોકોની માંગ એ છે કે, લોકો દ્વ્રારા ખર્ચવામાં આવેલા નાણા મુજબ તેમને યોગ્ય વળતર આપવામાં આવે.
બિલ્ડરએ કહ્યું કે, આ બધા આક્ષેપો ખોટા છે
પુષ્કર ઈન્ફ્રાના ભાગીદાર પ્રકાશભાઈ લીંબાચીયાએ કહ્યું હતું કે, એમ્પોરીસ ગેલેક્સીના લોકો દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે તે આધાર વગરનાં છે. 2 વર્ષથી અમે બધાને પ્રોજેક્ટ આપી દીધો છે. પણ સોસાયટીના લોકો કાર્યબોજ લેવા તૈયાર નથી. અમને લોકો પાસેથી જરૂરી સહકાર મળતો નથી. અમારા દ્વારા લેવામાં આવેલા મેઈન્ટેન્સના રૂપિયા મુજબ કાર્ય કરી આપ્યું છે. હવે અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en