સુરત: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ધર્મના નામ પર યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવતા ઢોંગી સ્વામી વિરુધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવતા ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના વાડી સ્થિત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગતપાવન સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવતા ભક્તો તેમજ સંતોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે આ મામલા વધુ વેગ આપતો એક સ્વામીનો અશ્લીલ વિડીયો પણ સામે આવ્યો છે.
વાડી પોલીસ મથકમાં યુવતીએ જગતપાવન સ્વામી વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ એક અશ્લીલ વિડીયો અને કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યો છે. જેમાં સાધુ કોઈ યુવક સાથે બાથરૂમમાં કામલીલા કરતો જોવા મળે છે. વિડીયો સામે આવ્યા બાદ વડતાલ સહિત સમગ્ર શહેરમાં તેમજ રાજ્યમાં ચર્ચાઓ થઇ રહી છે. આ વિડીયોમાં વડતાલના જ સ્વામિનારાયણના સાધુ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે આ વિડીયોની પુષ્ટિ ત્રિશુલ કરતું નથી. પરંતુ ફરિયાદ નોંધાયા બાદ વિડીયો સામે આવતા ખરેખર પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ સાધુ કોણ છે.
તમને જણાવી દઈએ કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગતપાવન વિરુધ ક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે વર્ષ 2016-2017માં તેમના પાસે યુવતીનો નંબર લીધા બાદ સ્વામીએ તેમનો કોનેક્ટ કર્યો હતો. ત્યાર બાદ ગીફ્ટ આપવાના બહાને યુવતીને વાડી સ્થિત સ્વામીનારાયણ મંદિર બોલાવી હતી અને મંદિરના નીચેના ભાગમાં એક ઓરડામાં લઇ જઈ યુવતી સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ યુવતી કરે છે. યુવતીએ ફરિયાદ કરી હતી કે સ્વામી દ્વારા યુવતી સાથે અભદ્ર વાતો કરવામાં આવતી હતી.
પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર યુવતી સાથે બનાવ વર્ષ 2016-17માં બન્યો હતો, ત્યારે ફરિયાદમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જગત પાવન સ્વામીની સાથે અન્ય બે સ્વામી એચ.પી સ્વામી અને કે.પી સ્વામીની પણ ફરિયાદ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App