રાજસ્થાન: આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો હતો જેમાં ત્રણ મિત્રો પ્રસિદ્ધ બુલેટ મંદિરે દર્શન કરવા ગયા હતા અને અચાનક બાઈક નીચે પડી જવાથી એક મિત્રનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ મંગળવારે સર્જાયો હતો. રાજસ્થાનના પાલી જાડન નજીક હાઇવે પર અચાનક બાઈક નીચે પડી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, ભેરુલાલ, કાલુરામ અને રાહુલ આ ત્રણેય મિત્રો સોજાત સિટીમાં રહેતા હતા. આ ત્રણેય બાઈક પર ઘણા સમય બાદ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
આ દરમિયાન જાડેન પાસે આવતી કોલેજ નજીક તેમની બાઈક અચાનક નીચે પડી ગઈ અને તેમાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તાત્કાલિક લોકો તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને આ દરમિયાન ભેરુલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ત્રણેય મિત્રો સોજાતમાં મજૂરી કામ કરતા હતા અને તે બધા સભ્યો સાથે કામ કરતા હતા. એક દિવસ આ ત્રણેય મિત્રોએ બાઇક લઈને દર્શને જવાનું નક્કી કર્યું હતું અને એ વખતે આ બનાવ બની ગયો હતો. હાલ બે મિત્રોની સારવાર ચાલી રહી છે. જે વખતે આ લોકોના પરિવાર અકસ્માતની જાણ થઇ તો પરિવારના લોકોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.