સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ૨૦ ફૂટ સુધી ઢસડાઈ- CCTV કેદ થઈ ઘટના

અતિભારે વરસાદને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે ઘણીવાર માર્ગ પલળેલા હોવાને લીધે કાર અથવા તો કોઈ ભારે વાહેન સ્લીપ મારી જતા ગંભીર અકસ્માત સર્જાતો હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ-જામનગર હાઇવે પર દરરોજ મુસાફરોને બેસાડીને અસંખ્ય ખાનગી વાહનો પસાર થતા હોય છે ત્યારે હાલમાં પડધરી બાયપાસ નજીક મુસાફરોને બેસાડીને પૂરપાટ ઝડપે જઈ રહેલ એક ઇકો કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા પલટી મારી ગઈ હતી.

<iframe src=”https://www.facebook.com/plugins/video.php?height=314&href=https%3A%2F%2Fbusiness.facebook.com%2Ftrishulnews%2Fvideos%2F1018853588870364%2F&show_text=false&width=560&t=0″ width=”560″ height=”314″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share” allowFullScreen=”true”></iframe>

કાર પલટી મારતાની સાથે જ કાર બે ગોથા ખાઇ ગઇ હતી. જો કે, આ ઘટનામાં મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. અંદર બેસેલ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચતા તેઓને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતના લાઇવ દૃશ્યો હાઇવે પર એક પેટ્રોલ પંપના CCTVમાં કેદ થયા છે.

 

CCTVમાં સમગ્ર ઘટના કેદ થઇ:
CCTVમાં જોવા મળતા દૃશ્યો પ્રમાણે પડધરી બાયપાસ નજીક એક પેટ્રોલ પંપની સામે જામનગર બાજુ જવાનો હાઇવે છે. પેટ્રોલ પંપની સામે હાઇવે પર પહેલા એક ટેન્કર પસાર થતું જોવા મળે છે. ત્યારપછી પાછળ એક ઇકો કાર પૂરપાટ ઝડપે પસાર થતી જોવા મળી રહી છે.

જો કે, અચાનક જ ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી જાય છે. ત્યારપછી હાઇવે પર ઇકો કાર ગોથા ખાવા લાગે છે. ત્યારપછી 20 ફૂટ સુધી રોડ પર જ ઢસડાતી નજરે પડે છે. અકસ્માત થતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીઓ દોડી જતા નજરે જોવા મળે છે.

પરિવાર લગ્નની ખરીદી માટે રાજકોટ આવતો હતો:
અન્ય એક ઘટના પ્રમાણે, રાજકોટના ગઢકા ગામમાં રહીને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ બથવારના કાકાના દિકરા ભાઈના 16 માર્ચના રોજ લગ્ન હોવાથી પત્ની રંજનબેન 3 વર્ષનાં દીકરા દેવાંશુ તેમજ 14 વર્ષીય દીકરી કોમલની સાથે કપડાંની ખરીદી કરવા માટે રાજકોટ આવી રહ્યા હતા.

આ દરમિયાન બપોરના 2 વાગ્યા આસપાસ તેઓ વાહનની રાહ જોઈને આર.કે. યુનિવર્સીટી સામે એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે MP-14GC-0965 નંબરની ભાવનગર તરફથી આવી રહેલ યુટિલિટીના ચાલકે બથવાર પરિવાર પર યુટિલિટી ચડાવી દીધી હતી. આ ઘટનામાં કોમલનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

આજથી 7 મહિના અગાઉ રાજકોટ-ભાવનગર હાઇવે પર આર.કે. યુનિવર્સીટીના ગેટ સામે વાહનની રાહ જોઈ રહેલ બેઠેલા ગઢકાના પરિવાર પર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી વળી હતી. આ ઘટનામાં પરિવારની 14 વર્ષીય દીકરી કોમલનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જ્યારે મૃતકના માતા-પિતા, ભાઈ તથા યુટિલિટીમાં બેઠેલા 3 લોકોને ઇજા થઇ હતી. જેથી તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસ દ્વારા CCTV ચેક કરતા યુટિલિટીમાંથી દારૂની બોટલ મળતા મધ્યપ્રદેશના શખ્સ સામેં ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *