Junagadh Mega Demolition: અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા 150 ગેરકાયદે દબાણ (Junagadh Mega Demolition) સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાયા બાદ ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તો બીજી તરફ આજે (બુધવાર) વહેલી સવારથી જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 ડીવાયએસપી, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જુનાગઢના ધારગઢમાં 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.
50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી
પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. 16 હજાર ચોરસ મીટરમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ કાર્યવાહીમાં 10 ટ્રેકટર અને 10 જેસીબીની મદદ લેવાઇ હતી. તેમજ કામગીરીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને એના માટે 3 DySP, 9 PI, 26 PSI સહિત 260 પોલીસ જવાનો સહિત 400થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
દબાણકારો પાસે કોઇપણ પ્રકારના આધાર-પુરાવા ન હતા
પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, દબાણકારો પાસે કોઇપણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે, કેટલાક દબાણકારો તો અનેક ગુનામાં સંડોવાયેલા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App